થરાદ નર્મદા કેનાલમાં કરૂણ ઘટનાઃ જમાઈને બચાવવા કૂદેલા સસરા-સાળાના ૧૮ કલાક બાદ મૃતદેહ મળ્યા

બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ એક યુવક ગુસ્સામાં કેનાલમાં કૂદી પડ્યો હતો. તેને બચાવવા માટે પાછળથી કૂદેલા તેના સસરા અને સાળાનું પાણીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર વિભાગની ટીમે લગભગ ૧૮ કલાક સુધી ભારે શોધખોળ કર્યા બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો પરિવાર રોજગારી માટે એક મહિના અગાઉ થરાદના જમડા ગામે ખેત મજૂરી કરવા આવ્યો હતો.

પરિવારમાં પિતા, ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. દીકરીના લગ્ન રાજસ્થાનમાં થયા હતા અને તેને એક નાની દીકરી પણ છે. ૨ ઓગસ્ટની સાંજે દીકરીને તેડવા માટે તેનો પતિ જમડા ગામે આવ્યો હતો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. બાદમાં ગુસ્સામાં આવીને યુવક ઘર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ તરફ દોડી ગયો હતો અને પાણીમાં કૂદી પડ્યો હતો.જમાઈને કેનાલમાં પડતો જાઈને સસરા નીલાભાઈ ઠાકોર અને તેમનો પુત્ર ઈશ્વરભાઈ તેને બચાવવા માટે તરત જ કેનાલમાં કૂદી પડ્યા હતા.પરંતુ તેમને ખબર નહોતી કે જમાઈને તરતા આવડતું હતું. કેનાલમાં પડ્યા બાદ જમાઈ પોતે તરીને બહાર આવી ગયો હતો, જ્યારે તેને બચાવવા ગયેલા સસરા અને સાળા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને ફાયરમેન ધનજીભાઈ સહિતની ટીમે મોડી રાત સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી.પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે પ્રથમ દિવસે બંનેનો કોઈ પત્તો મળ્યો નહોતો. ત્યારબાદ વહેલી સવારથી ફરી રેસ્ક્્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.આખરે લગભગ ૧૮ કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોના નામઃ નીલાભાઈ ઠાકોર (ઉંમર ૩૮ વર્ષ),ઈશ્વર નીલાભાઈ (ઉંમર ૨૨ વર્ષ) બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોÂસ્પટલ ખસેડવામાં આવ્યા છે.ફાયરમેન ધનજીભાઈએ જણાવ્યું હતું કે, નર્મદા કેનાલ માં બે લોકો ડૂબ્યાનો કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી અને ત્યારબાદ વહેલી સવારથી સતત શોધખોળ કરવામાં આવી હતી. લાંબા રેસ્ક્્યૂ ઓપરેશન બાદ બંને મૃતદેહ મળી આવ્યા હતા.

કેનાલમાંથી સુરક્ષિત બહાર નીકળેલો જમાઈ હાલમાં પોતાના કોઈ સગા-સંબંધીઓના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જાકે હાલ તેનો સીધો સંપર્ક થઈ શક્્યો નથી.પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન આ જ નર્મદા કેનાલમાંથી અન્ય બે લોકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા, જેના કારણે કેનાલમાં સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે.