ડેડીયાપાડાના કંજાલ ગામે જીવના જાખમે ૩૦૦ મીટર નદી પાર કરી પ્રસૂતાને ૧૦૮ સુધી પહોંચાડાઈ ભુજના મોટા સરાડામાં પણ સગર્ભા અને વૃદ્ધને ખભા પર ઊંચકીને હોસ્પિટલ પહોંચાડાયા

કોમનવેલ્થ ગેમ્સની યજમાની અને મોડેલ સ્ટેટ ગુજરાતમાં ‘ગાંડા વિકાસ’ની વરવી વાસ્તવિકતાના બે જીવંત અને કડવા કિસ્સા રાજ્યના બે જુદા જુદા જિલ્લામાંથી હાલ સામે આવી રહ્યા છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અંતરિયાળ ગામો રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે ઝૂરી રહ્યા છે. ચોમાસા દરમિયાન રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને હોÂસ્પટલ પહોંચાડવા માટે ગ્રામજનોએ ઝોળી અને ચાદરનો સહારો લેવો પડ્યો છે.

સરકાર ભલે ગુજરાતમાં વિકાસના બેફામ બણગા મારે પરંતુ આ કિસ્સાઓ પણ આંખ આડા કાન બિલકુલ કરી શકાય નહીં! હાલ ૨૧મી સદીમાં જમાનો ચંદ્ર પર પહોંચ્યો છે, પરંતુ ગુજરાતમાં આજે પણ અમુક વિસ્તારોમાં વૃદ્ધ-બાળકો અને મહિલાઓને જીવ બચાવવા હોસ્પીટલે પહોંચવા ફાંફા પડી રહ્યા છે. આઝાદીના દાયકાઓ પછી પણ આજે ફરી એકવાર નર્મદાના અંતરિયાળ વિસ્તારમાં સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ફરી એકવાર ઝોળીમાં હોÂસ્પટલ પહોંચાડવાનો વારો આવ્યો છે.

વિકાસની વરવી વાસ્તવિકતાના આ દ્રશ્યો નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા કંજાલ ગામના છે, જ્યાં પાકા રોડનો અભાવે જવનીબેન વસાવા નામના સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડ્યા બાદ પરિવારજનોએ ૧૦૮ ઇમરજન્સી સર્વિસનો સંપર્ક કર્યો હતો, પરંતુ ગામ સુધી પાકો રસ્તો જ ન હોવાના કારણે એમ્બ્યુલન્સ ગામની અંદર આવી શકે તેમ નહોતી અને જવનીબેનને ઝોળીમાં હોસ્પટલ પહોંચાડ્યા હતા.

દર્દીની ગંભીર સ્થિતિ જાઈને ગામના ૨૦થી ૨૫ જેટલા યુવાનો અને ગ્રામજનો માનવતા દાખવી આગળ આવ્યા હતા. તેમણે પ્રસૂતા મહિલાને લાકડી અને કાપડની મદદથી બનાવેલી ‘ઝોળી’માં બેસાડીને ૧થી ૧.૫ કિલોમીટર સુધી પગપાળા ઊંચકીને જવાનું શરૂ કર્યું હતું. આ રસ્તામાં આવતી આશરે ૩૦૦ મીટર પહોળી ઉભરાતી ટૂંકનેર નદીને પણ ગ્રામજનોએ જીવના જાખમે પાર કરાવી હતી અને મહિલાને ૧૦૮ સુધી પહોંચાડીને હોસ્પિટલ ખસેડાઈ હતી.

ગ્રામજનોની આ એકતાએ માનવતાની મિસાલ તો કાયમ કરી છે, પરંતુ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.માત્ર નર્મદામાંથી જ નહીં, સરકારની આંખ ઉઘાડતા આવો ગંભીર કિસ્સો કચ્છના બની વિસ્તારમાં પણ સામે આવી છે. દર્દીને હોÂસ્પટલ પહોંચાડવા ચાદર અને ખભાનો સહારો લેવો પડ્યો હોવાની ગંભીર પરિસ્થિતિ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બની વિસ્તારમાં આવેલા મોટા સરાડા ગામમાં જાવા મળી છે. ચોમાસાના સામાન્ય વરસાદ બાદ પણ ગામના રસ્તાઓ અત્યંત બિસ્માર અને કાદવકીચડવાળા બની ગયા છે. ખરાબ રસ્તાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતાં એક સગર્ભા મહિલાને સારવાર માટે કપડાની ચાદરમાં ઊંચકીને હોÂસ્પટલ પહોંચાડવી પડી હતી. આટલું જ નહીં, ગામના એક બીમાર વૃદ્ધ વ્યÂક્તને પણ ગ્રામજનોએ પોતાના ખભા પર બેસાડીને કાદવમાંથી ચાલીને દવાખાને પહોંચાડ્યા હતા.

ભુજના મોટા સરાડાના સ્થાનિક રહીશ જત હુસેને આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “દર ચોમાસે અમારા ગામની આવી જ દયનીય Âસ્થતિ સર્જાય છે. ચોમાસામાં રસ્તાઓ ગાયબ થઈ જાય છે અને ઇમરજન્સીમાં દર્દીઓને આ રીતે ખાટલા કે ચાદરમાં ઊંચકીને લઈ જવા પડે છે. વારંવાર માર્ગ અને મકાન વિભાગ તથા વહીવટી તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.” હાલ તો આ બંને ઘટનાઓના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સરકારી વિકાસના દાવાઓ સામે ભારે વિવાદ સર્જાયો છે. સરકાર ભલે ગુજરાતમાં વિકાસના બેફામ બણગા મારે પરંતુ આ કિસ્સાઓ પણ આંખ આડા કાન બિલકુલ કરી શકાય નહીં!