
સુરતના જીલાની બ્રિજ પર પતંગની દૃોરીના કારણે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં હવે વધુ એક દૃુખદૃ સમાચાર સામે આવ્યા છે. આ કરુણ ઘટનામાં ઈજાગ્રસ્ત માતાનું પણ ટૂંકી સારવાર બાદૃ મોત નિપજતા, હવે એક જ પરિવારના ત્રણેય સભ્યો કાળનો કોળિયો બની ગયા છે. ઉતરાયણ પૂર્વે જ આ હસતો-રમતો પરિવાર પતંગની કાતિલ દૃોરીને કારણે વિખેરાઈ ગયો છે.
ઘટનાની વિગત મુજબ, જીલાની બ્રિજ પરથી બાઈક પર પસાર થઈ રહેલા દૃંપતી અને તેમની પુત્રીના ગળામાં અચાનક પતંગની દૃોરી આવી ગઈ હતી. દૃોરીના કારણે ગળું કપાઈ જતાં પિતાએ બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આખું બાઈક બ્રિજ પરથી નીચે પટકાયું હતું. બ્રિજ નીચે પાર્ક કરેલી એક રિક્ષા પર બાઈક ખાબકતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં પિતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ગંભીર રીતે ઘાયલ માતાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સારવાર દૃરમિયાન તેમણે પણ અંતિમ શ્ર્વાસ લીધા છે. આ સાથે જ આ અકસ્માતનો કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો છે.
બીજી ઘટના સુરતના સચિન વિસ્તારમાં બની હતી. અહીં ૧૬ વર્ષની એક કિશોરી પોતાના ઘરના ચોથા માળે પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવવાના ઉત્સાહમાં કિશોરીનું સંતુલન બગડતા તે અગાસી પરથી નીચે પટકાઈ હતી. તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદૃેહને પીએમ મમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કરુણ ઘટનાઓ વચ્ચે સુરતના યોગીચોક વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. અહીં કેટલાક નાના બાળકો પાણીની ઊંચી ટાંકી પર ફસાયેલો પતંગ કાઢવા માટે જીવના જોખમે ચઢી ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ તંત્ર અને વાલીઓની બેદૃરકારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સવાલ એ છે કે પ્રતિબંધિત હોવા છતાં બાળકો ટાંકી પર કેવી રીતે પહોંચ્યા? જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો તેની જવાબદૃારી કોની હોત?