પતિએ મોબાઇલ ફોન લઈ આપવાની ના પાડતા પત્નીએ કર્યો આપઘાત, મોડાસાનો કિસ્સો

ભવાનપુર પાસે નેપાળની પરિણીતાએ જીવન ટૂંકાવી લીધું છે. નેપાળથી આવેલા આ દૃંપતી ચાઈનીઝ મંચુરિયનનો ધંધો કરીને ગુજરાન ચલાવતા હતા. પતિ-પત્ની વચ્ચે ગૃહકલેશ બાદૃ પત્નીએ ગળેફાંસો ખાધો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મોડાસા રૂરલ પોલીસે મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, મોડાસાના ભવાનપુર પાસે નેપાળની યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દૃીધું છે. નેપાળથી આવેલા પતિ-પત્ની વચ્ચે ગૃહ કલેશ બાદૃ પત્નીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પતિએ મોબાઇલ ફોન લઈ આપવાની ના પાડતા પત્નીએ આપઘાત કરી લીધો છે. પત્નીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ સમાચાર સામે આવતા પરિવાર અને આખા પંથકમાં આઘાત છવાયો છે.

દૃરમિયાન સુરતની પરિણીતાના આપઘાતનો આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પતિની નજર સામે જ આત્મદૃાહનો ભયાનક કિસ્સો ગત ૪ જાન્યુઆરીએ બન્યો હાવો સામે આવ્યું છે. શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતી પ્રતિમા નામની મહિલાનો તેના પતિ રણજીત શા સાથે ઘરકામ અને બાળકોને લઈને અવારનવાર ઝઘડો થતો હતો. જેને કઈને ગત ૪ જાન્યુઆરીએ આ પ્રતિમાએ પોતાની જાતને ઘરમાં પતિ રણજીત શાની હાજરીમાં જ પોતાની જાતને આગ ચંપી દૃીધી હતી. જેથી ગંભીર રીતે દૃાઝેલી આ મહિલાનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દૃરમિયાન મોત નીપજ્યું છે. બાદૃમાં સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શ‚ કર્યો હતો. ત્યારે ચોંકાવનારૂ તથ્ય સામે આવ્યું કે, ઘટનાના દિૃવસે ધાબા પર પડોશીઓએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે ઘઉં પોતાના બે દૃીકરાઓએ વેરવિખેર કર્યા હોવાની શંકા પતિએ વ્યક્ત કરી હતી. આ બાબતે પતિએ બાળકોને ઠપકો આપ્યો હતો અને ત્યાર બાદૃ પત્ની પ્રતિમા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. બાદૃમાં પતિ-પત્નીનો આ ઝઘડો એટલો વકર્યો કે પતિએ પત્નીને શાળાએ જવાનું બંધ કરાવી દૃેવાની ધમકી આપી હતી. આ દૃરમિયાન પતિ રણજીત શા એ ગુસ્સામાં ઘરમાં તેલ પડ્યું છે, મરી જા જેવા શબ્દૃો ઉચ્ચાર્યા હતા. જેથી પતિના આ શબ્દૃો લાગી આવતા તથા સતત મારઝુડથી તૂટેલી પ્રતિમાએ ઘરમાં રાખેલું ડીઝલ પોતાના શરીર પર છાંટી આત્મદૃાહ કરી લીધો હતો અને પતિએ તેને બચાવવાને બદૃલે તે બળતી હોય તેવો વીડિયો ઉતાર્યો હતો.