
અમદૃાવાદૃના પંચવટી વિસ્તારમાં આવેલા ‘સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ધાબા પર વાસી ઉત્તરાયણના દિૃવસે ચાલી રહેલી હાઇપ્રોફાઇલ દૃા, હુક્કા અને ડીજે પાર્ટી પર યુનિવર્સિટી પોલીસે દૃરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ચાર યુવતીઓ સહિત કુલ ૨૧ લોકો ઝડપાયા છે.
પોલીસને ઘટનાસ્થળેથી મોંઘી વિદૃેશી દૃાની બોટલો, વિવિધ લેવરના હુક્કા તેમજ બાઈટીંગ માટેની સામગ્રી મળી આવી છે. દૃા પાર્ટીનું આયોજન કુશલ શાહ નામના વ્યક્તિએ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.ડીજેના ઉંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા બૂમાબૂમ થવાથી આસપાસના રહેવાસીઓ પરેશાન બન્યા હતા. સ્થાનિકોએ કંટ્રોલ મમાં ફરિયાદૃ કરતા યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક ટેરેસ પર દૃા પાર્ટી પર દૃરોડો પાડ્યો હતો.
પોલીસ પહોંચતાં ટેરેસ પર બિયર બાર જેવી સંપૂર્ણ વ્યવસ્થા જોવા મળી હતી. કાઉન્ટર પર લીચી, ખારેક, કાચી કેરી, એલચી, બિસ્કિટ સહિતની બાઈટીંગ ગોઠવેલી હતી. સાથે મોંઘા ભાવની દૃાની બોટલો અને વિવિધ લેવરના હુક્કા પણ મળી આવ્યા હતા.દૃાની પાર્ટી દૃરમિયાન દૃરોડો પડતા એક બિલ્ડરનો પુત્ર સ્થળ પરથી નાસી ગયો હોવાની ચર્ચા છે. તેને બચાવવા માટે ભલામણો થતી હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે, જોકે પોલીસે આ વાતનો સત્તાવાર ઇનકાર કર્યો છે.શઆતમાં પોલીસ દ્વારા ૪ યુવતી અને ૧૨ યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદૃ પોલીસને જોઈ નાસી ગયેલા પાંચ યુવકોને પણ પકડી તમામને ફરીથી ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા.
હાલ પંચની હાજરીમાં પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચનામું પૂર્ણ થયા બાદૃ તમામ આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. પોલીસે દૃા અને અન્ય સામગ્રી જપ્ત કરી વધુ તપાસ શ કરી છે.