
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોનો સમાવેશ થયો.સીજેઆઇ સૂર્ય કાંતે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોનો સમાવેશ થયો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર, મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ સચદેવ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસઅરુણ પલ્લી અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વી. મોહનાને સીજેઆઈ દ્વારા શપથ લેવડાવ્યા હતા.
આ મહિને સુપ્રીમ કોર્ટના બે જજ નિવૃત્ત થશે. જસ્ટિસ પંકજ મિત્તલ ૧૬ જૂને નિવૃત્ત થશે, જ્યારે જસ્ટિસ જે.કે. મહેશ્વરી ૨૮ જૂને નિવૃત્ત થશે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે ચાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને એક સિનિયર વકીલની ન્યાયાધીશ તરીકે નિમણૂકને મંજૂરી આપી હતી.
અગાઉ, સોમવારે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ચાર હાઈકોર્ટના ચીફ જજસ્ટિસ અને સિનિયર એડવોકેટ વી. મોહનાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે તેમના ટ્વીટર હેન્ડલ પર જાહેરાત કરી કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) સાથે પરામર્શ કર્યા પછી, વરિષ્ઠ વકીલ વી. મોહના સાથે ન્યાયાધીશ શીલ નાગુ, ચંદ્રશેખર, સંજીવ સચદેવ અને અરુણ પલ્લીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે.
ન્યાયાધીશો વિશે જાણો જસ્ટિસ નાગુને મે ૨૦૧૧ માં મધ્યપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને જુલાઈ ૨૦૨૪ માં તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જસ્ટિસ ચંદ્રશેખરને જાન્યુઆરી ૨૦૧૩ માં ઝારખંડ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને જાન્યુઆરી ૨૦૨૫ માં બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
જસ્ટિસ સચદેવાને એપ્રિલ ૨૦૧૩ માં દિલ્હી હાઇકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને માર્ચ ૨૦૧૫ માં કાયમી ન્યાયાધીશ બન્યા હતા. તેઓ જુલાઈ ૨૦૨૫ માં મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. જસ્ટિસ પલ્લીને ડિસેમ્બર ૨૦૧૩ માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એપ્રિલ ૨૦૨૫ માં તેમને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ નિમણૂકો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરે છે.
ગયા મહિને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારો વટહુકમ, ૨૦૨૬ બહાર પાડ્યો હતો, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાયના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા ૩૩ થી વધારીને ૩૭ કરવામાં આવી હતી, જેથી કેસોના વધતા જતા બેકલોગને પહોંચી વળવા અને તેમના નિકાલને ઝડપી બનાવી શકાય.