શહેરા પી.ડી.સી. શાખાના ખાતાનો ઉપયોગ કરી ત્રણ કરોડ સતાવીસ લાખની સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીઓના ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન નામંજુર કરતી મુખ્ય સેશન્સ કોર્ટ

શહેરાની પંચમહાલ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકની શહેરા શાખાના -૪ મ્યચુલ ખાતાનો ઉપયોગ કરી આરોપીઓ વિજયકુમાર શુકલા, જીસુ પંકજ મિશ્રા તથા પકડવાના બાકી આરોપીઓ દર્શન રવિન્દ્રભાઈ પાટીલ, મનિષ મહિન્દ્રસિંહ સાગર અશોક સેન દ્વારા પંચમહાલ જીલ્લા ખાતે લાવી અરજદાર આરોપી રાહુલ રાજેશભાઈ અગ્રવાલ તથા બેંક મેનેજર સપન પરીખની મદદથી સાયબર ક્રાઈમના નાણાં જમા કરાવવાન હેતુથી પી.ડી.સી. બેંક એકાઉન્ટમાં જમા થયા બાદ તે નાણાં ખોટી સહીનો કરેલ ચેકથી આરોપી સપન ધનશ્યામ પરીખ એ આરોપી રાહુલ અગ્રવાલના જણાવ્યા મુજબ પી.ડી.સી. બેંક એકાઉન્ટ માંથી રૂ.૯,૮૫,૦૦૦/- બેંક સ્લીપ ભરી આરોપી પ્રદીપ કનૈયાલાલ કોટવાણીના બેંક એકાઉન્ટમાં તેમજ અન્ય એકાઉન્ટમાં જમા કરાવેલ રૂ.૩,૨૭,૦૦,૦૦૦/-(ત્રણ કરોડ સત્તાવીસ લાખ) જેટલા સાયબર ફ્રોડના જમા થયેલ છે. રાહુલ અગ્રવાલએ સાયબર ફ્રોડની રકમ ઓનલાઈન તથા આંગડીયા થી સુરત ખાતે આરોપીઓને મોકલી આપેલ છે. સાયબર ફ્રોડ કરનાર મુખ્ય અરાોપી તથા સહઆરોપીઓ વિરૂધ્ધ શહેરા પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે. પોલીસે આરોપીઓની અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આરોપી રાહુલ રાજેશભાઈ અગ્રવાલ (રહે. રાણીવાવ ફળીયા, દે.બારીયા)એ રેગ્યુલર જામીન અરજી કરેલ હતી. જે રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એન.સી.રાવલની કોર્ટમાં ચાલીજ તા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી.