સાંદિપની શૈક્ષણિક સંકુલમાં ઉજવાયેલ શ્રી ગણેશજીનો ભવ્ય છપ્પનભોગ

સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંદિપની વિદ્યામંદિરમાં ઉજવાયેલ શ્રી ગણેશજીનો ભવ્ય છપ્પનભોગ. સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટી મહેશભાઈની ઉપસ્થિતિમાં સાંદિપની શૈક્ષણિક સંકુલમાં “સાંદિપની ચા રાજા શ્રી ગણેશજી ના છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંદિપની વિદ્યામંદિરના તમામ સ્ટાફ મિત્રોના અથાક પ્રયત્નથી તેમજ તમામ બાળકોની ઉપસ્થિતિમાં “સાંદિપની ચા રાજા ગણપતિજીનું મહા આરતી તથા છપ્પન ભોગ ખૂબ જ ધામધૂમ પૂર્વક, ઉત્સાહ -ઉમંગથી કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા શ્રી ગણપતિ બાપા મોરિયાના નાદ થી વાતાવરણ ભક્તિથી રંગાઈ ગયું. શાળાના આચાર્ય વિપુલભાઈ શાહ તથા તમામ શિક્ષક મિત્રોએ આ આયોજન સફળ કરવા ઉત્સાહથી કાર્ય કર્યું.