શહેરામાં ખાતરની અછત વચ્ચે ખેડુતોએ ખાતર મેળવવા લાંબી લાઈનો લગાવી

પંચમહાલ જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં ડાંગર અને મકાઈ સહિતના ખેતી પાકોનુ વાવણી કાર્ય પુર્ણ થઈ ગયુ છે. હાલમાં જ જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવમા મળ્યો છે. જોકે આ ખુશી વચ્ચે પાક માટે અત્યંત જ‚રી એવા યુરિયા ખાતરની અછત ઉભી થતાં ખેડુતોની મુશ્કેલી વધી છે.

શહેરા તાલુકામાં સીઝનનો ૭૨ ટકા વરસાદ પડ્યો છે. ખેડુતો વાવણી ૫ુર્ણ કર્યા બાદ થતાં પાક માટે ખાતરની ખરીદી કરવા ખાતરના ડેપો પર ઉમટી પડ્યા છે. ત્યારે શહેરા નગર અને સમગ્ર તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાતરની તિવ્ર અછત જોવા મળી રહી હતી. ખેડુતો જયારે પણ ખાતર ડેપો પર તપાસ કરવા જતા ત્યારે ‘નો-સ્ટોક’ ના બોર્ડ જોવા મળતા હતા. પરિણામે ખેડુતો ભારે પરેશાન થઈ ગયા હતા. જોકે ખાતરનો નવો જથ્થો આવી પહોંેચતા આ વાતની જાણ થતાં જ મોટી સંખ્યામાં ખેડુતો ખાતર મેળવવા ઉમટી પડ્યા હતા. ડેપો પર ખાતર લેવા માટે ખેડુતોની લાંબી લાઈનો લાગી હતી. અને લોકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવુ પડ્યુ હતુ. અંતે ખાતરનો જથ્થો ઉપલબ્ધ થતાં અને ખાતર મળવાનુ શ‚ થતાં ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. હાલમાં પંચમહાલ, મહિસાગર, જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સંતોષકારક વરસાદ વરસતા ખેડુતોને હાશકારો થયો હતો. વરસાદના અભાવે ચાતક નજરે મેઘાની રાહ જોતા ખેડુતો વરસાદના આગમન થતાં જ વાવણીમાં જોતરાયા હતા. પરંતુ વાવણી બાદ વરસાદે વિરામ લેતા જ ખેડુતોને ખાતરની જ‚રિયાત ઉભી થતી હોય છે. જોકે પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ખાતરની જ‚રિયાત માટે ખેડુતોએ વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે.કલાકોની રાહ જોયા બાદ પણ ખાતર મળતુ ન હોવાથી ખેડુતોમાં રોષ ફેલાયો છે.