સંજેલી તાલુકાના મુસાફરો, વેપારીઓ અને નોકરિયાત વર્ગોને વર્ષોથી ચાલતી સંજેલી-લુણાવાડા-કાલાવાડ-જામનગર ટ બંધ કરી દેતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. જેથી એસ.ટી.વિભાગ દ્વારા બંધ કરાયેલ લુણાવાડા-સંજેલી-દાહોદ ટની બસ ફરીથી શ કરવા ના.મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.
નવરચિત સંજેલી તાલુકો ઝાલોદમાંથી વિભાજન થઈને બનેલ નવો તાલુકો છે. ૫૬ ગામ ધરાવતો આ તાલુકામાં વિસ્તારના લોકો ચોમાસુ અને શિયાળુ ખેતી પર નિર્ભર છે. અહિંયા ધંધા-રોજગારના સ્ત્રોત ન હોવાથી મોટાભાગના લોકો ધંંધા-રોજગાર અને મજુરી અર્થે સોૈરાષ્ટ્ર, સાબરકાંઠા, કાલાવાડ, ભુજ, જય અને પોતાના પરિવારનુ પેટિયુ રડવા માટે મજુરી કરતા હોય છે. વહેલી સવારથી દાહોદથી ઉપડી સંજેલી થઈ લુણાવાડા પહોંચી અને પરત બપોરે સાડા ત્રણ કલાકે સંજેલીથી સંતરામપુર, લુણાવાડા નવા રણુજા કાલાવડ, જામનગર તરફ ૨૦૦૯ થી ચાલતી બસ સંજેલીના મુસાફરો શિક્ષક, વિદ્યાર્થીઓ, વેપારીઓ માટે જીવાદોરી સમાન હતી. સવારે વહેલી અને બપોરે સમયસર મળતી બસથી લોકોને આણંદ, અમદાવાદ, લુણાવાડા, આવવા-જવામાં સુવિધા હતી. ટ પર સારી આવક ધરાવતી ૧૬ વર્ષથી ચાલતી જુની શિડ્યુલ બસ બંધ કરી દેતા વેપારી વર્ગ, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મોટી મુશ્કેલી પડી રહી છે. જેથી જુની શિડયુલવાળી બસને પુન: શ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.