
મહીસાગરના સંતરામપુરના બાયપાસ રોડ પર મુલતાનીવાસ પાસે એક ઈકો કાર ચાલકે બે રાહદારીઓને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં એક યુવક અને યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. આ દરમિયાન યુવકનું મોત થયું છે.

થોડા સમય પહેલા જ સગાઈ થયેલા આ યુવક-યુવતી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલી ઈકો કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત પછી ઈકો કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આસપાસના લોકોને ઈજાગ્રસ્ત યુવક-યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ઈજાઓ થતાં તેની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. અકસ્માત સર્જીને ભાગી ગયેલા ઈકો કાર ચાલક વિરૂદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા તપાસ શ કરી છે.