રેપિડો ડ્રાઇવરે યુવતીની છેડતી કરી :બેંગલુરુમાં પીડિતાએ કહ્યું, તેણે મારો પગ પકડવાની કોશિશ કરી, ના પાડી તો તેણે મારી સામે ગંદા ઈશારા કર્યા

કર્ણાટકના બેંગ્લુરુમાં રહેતી એક યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હેરેસમેન્ટનો વીડિયો શેર કર્યો છે. યુવતીનો આરોપ છે રે રેપિડો(ઓનલાઈન રાઇડ-હેલિંગ સર્વિસ)ના કેપ્ટને(બાઇક રાઇડર) તેને રાઇડ દરમિયાન ખરાબ રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી.

યુવતીએ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેપ્ટન પોતાની કોણી યુવતીના પગ પર ટેકવે છે. યુવતીએ તેના મોબાઈલથી તેનો વીડિયો રેકોર્ડ કર્યો. યુવતીની આંખમાં આંસુ પણ જોવા મળી રહ્યાં છે. યુવતીના જણાવ્યા પ્રમાણે, તેણે કેપ્ટનને કહ્યું- ‘ભૈયા, ક્યા કર રહે હો, એસા મત કરો’. એ પછી પણ કેપ્ટને પોતાનો વ્યવહાર બદલ્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *