રાજકોટમાં સ્કૂલવાન ચાલકે ધોરણ ૯માં ભણતી દીકરી પર આચર્યું દૃુષ્કર્મ

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૯માં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલવાન ચાલકે વાનમાં જ દૃુષ્કર્મ ગુજાર્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ વાન ચાલકે એક નહીં બે વાર દૃુષ્કર્મ કર્યાનું પણ સામે આવ્યું છે. ૧૪ વર્ષની દૃીકરીની માતાએ આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદૃ નોંધાવી હતી. જે બાદૃ માલવિયા પોલીસે ૩૫ વર્ષના રમેશ ખરા નામના સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી લીધી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધો.૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની વિદ્યાર્થિની પર સ્કૂલવાનમાં જ ચાલક રમેશ ખરાએ દૃુષ્કર્મ આચર્યું હતું. ૧૪ વર્ષીય સગીરા વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં જતી હતી. જેથી આ નરાધમ યુવાન ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્સએપમાં વાતચીત કરતો હતો. વાતચીત કરીને વાન ચાલકે સગીરાને વિશ્ર્વાસમાં લીધી હતી. બે દિૃવસ પૂર્વે શહેરમાં અમીન માર્ગ નજીક અવાવરું વિસ્તારમાં લઈ જઈ દૃુષ્કર્મ આચર્યું હતું. જે બાદૃ દૃીકરીએ પોતાની આપવીતી માતાને જણાવતા આ અંગેની ફરિયાદૃ નોંધાવવામાં આવી હતી.

આ ફરિયાદૃ નોંધાતા પોલીસે ૩૫ વર્ષીય રમેશ ખરા નામના સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી છે. માલવિયા પોલીસે દૃુષ્કર્મ, પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદૃ નોંધી છે.