સુરતમાં વાહન ખસેડવા જેવા નજીવી બાબતે યુવકની હત્યા, બે સગા ભાઈઓ સહિત ત્રણની ધરપકડ

રાંદૃેરના શ્રીજી નગરી વિસ્તારમાં વાહન ખસેડવા મુદ્દે સર્જાયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વ‚પ ધારણ કર્યું હતું, જેના પરિણામે રાજુ સોલંકી નામના યુવાનનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં ત્રણ શખ્સોએ રાજુ પર લાકડીથી હુમલો કર્યો હતો, જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દૃરમિયાન મોત થયું.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજુ અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે વાહન ખસેડવા બાબતે બોલાચાલી થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર બની ગઈ હતી. જે બાદૃ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને રાજુને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોના પ્રયત્નો છતાં તે બચી શક્યો ન હતો.

બનાવને પગલે પરિવારજનોમાં ગમગીની અને રોષ જોવા મળ્યો છે. પોલીસે ઘટનાની જાણ થતાં, અનિલ દૃેવીપૂજક અને કાલુ દૃેવીપૂજક નામના બે સગા ભાઈઓ અને શનિ નામના યુવકની ધરપકડ કરી છે. તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો દૃાખલ કરી કાયદૃેસરની કાર્યવાહી શ‚ કરવામાં આવી છે.

રાંદૃેર પોલીસ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે અને ઘટનામાં વપરાયેલા હથિયારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના સ્થાનિકોમાં ભય અને િંચતા ફેલાવી રહી છે, જેથી શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા વધારાની તકેદૃારી રાખવામાં આવી છે.