
શહેરના બોડકદૃેવ વસ્ત્રાપુરમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં બુધવારે રાતે પતિએ પત્નીની હત્યા કરીને પોતે આપઘાત કર્યો છે. મૃતક યશરાજિંસહ ગોહિલ રાજ્યસભાના સાંસદૃ શક્તિિંસહ ગોહિલનો ભત્રીજો છે. આ અંગે એ ડિવિઝનના એસપી જયેશ બ્રહ્મભટ્ટે પોલીસ તરફથી પહેલી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, યશરાજિંસહ ગોહિલ અને રાજેશ્ર્વરીબા ગોહિલના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા અને આ લોકો રાજીખુશીથી જ પોતાના લેટમાં ગયા છે. હાલ આ અંગે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
એ ડિવિઝનના એસપી જયેશ બ્રહ્મભટ્ટે પોતાના નિવેદૃનમાં જણાવ્યું છે કે, બુધવારે સાંજે સંબંધીને ત્યાં મળવા ગયા હતા. જે બાદૃ ઘરે આવીને માતાને મળીને પોતાના મમાં સૂવા માટે ગયા હતા. માતાના જણાવ્યા પ્રમાણે, હું સૂતી હતી અને દૃીકરાએ જગાડીને કહૃાું કે, મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી પત્નીને વાગી છે. તું જલદૃી આવ આપણે તેને હોસ્પિટલ લઈ જવી પડશે. પછી બંને જણ જ્યાં પત્નીને ગોળી વાગી છે તે બેડમમાં ગયા હતા. તેમના દૃીકરાએ ૧૦૮ને ફોન કર્યો હોય છે. તે લોકો ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં ૧૦૮ના કર્મચારીઓ પણ ત્યાં આવી જાય છે. ૧૦૮ના કર્મીએ પત્નીને ચેક કરીને પત્નીને ડેડ જાહેર કર્યા છે.
જેથી કર્મચારી આગળના બેઠક મમાં જઈને પોતાના કંટ્રોલમમાં જાણ કરે છે અને બીજી બાજુ દૃીકરો તેની માતાને કહે છે કે, તમે કપડાં બદૃલી નાંખો આપણે હોસ્પિટલ જવું પડશે એટલે એમના માતા પણ બીજા મમાં જાય છે. આ દૃરમિયાન યશરાજિંસહ પોતાને પણ ગોળી મારી દૃે છે. આ અવાજ સાંભળતા માતા અને ૧૦૮નો કર્મચારી બંને તે બેડમમાં જાય છે તો યશરાજે પોતાને ગોળી મારી દૃીધેલી હોય છે અને તે લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે.
પોલીસે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, પતિ પત્ની બંનેને માથામાં જ ગોળી વાગી છે. આ બનાવ બુધવારની રાતે ૧૨ વાગ્યાની આસપાસ બન્યો છે. આ લોકોનું બે મહિના પહેલા જ લગ્ન થયું છે. આ લોકો રાજીખુશીથી જ પોતાના લેટમાં ગયા છે. ઘટના બની ત્યારે ઘરમાં આ દૃંપતી અને માતા જ હાજર હતા. બનાવ પહેલા બંનેએ જ્યુસ પણ પીધું હતું.
આ ઘટના અંગે ગુજરાત કોંગ્રેસના નેતા મનીષ દૃોશીએ પણ મીડિયાને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યશરાજિંસહ ગોહિલ શક્તિિંસહ ગોહિલનો ભત્રીજો હતો. તેમને તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની પરીક્ષા પાસ કરીને ભરતી મળી હતી. તેઓ યુપીએસસીની પરીક્ષાની પણ તૈયારી કરતા હતા. યશરાજિંસહએકદૃમ ઉત્સાહી અને આનંદિૃત સ્વભાવના હતા. તેઓ રિવોલ્વર રાખતા હતા. તેમને વાહન સ્પીડમાં ચલાવવાનો પણ ઘણો શોખ હતો. આ અંગે શક્તિિંસહ અને મેં પણ તેને ઘણીવાર ઠપકો આપ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, યશરાજિંસહ ગોહિલ અને તેમના પત્ની થોડા દિૃવસમાં વિદૃેશ ફરવા જવાના હતા. તે પહેલા બુધવારે સાંજે ફોઈબાને ત્યાં જમવા ગયા હતા. ત્યાર બાદૃ તેઓ ઘરે આવ્યા હતા. ભાઈ ઘરે આવીને રોજની તેમની આદૃત પ્રમાણે રિવોલ્વરને ફેરવતા હતા. આ દૃરમિયાન અકસ્માતે ગોળી છૂટતા તેમના પત્નીને ગળામાં વાગી હતી. જે બાદૃ તેમને ૧૦૮ને જાણ કરી હતી. જ્યારે ૧૦૮ની ટીમ આવી ત્યારે ટીમે તેમના પત્નીનું મોત થયું છે તેમ જણાવ્યું હતું. આ સાંભળતા જ તેઓ આઘાતમાં સરી ગયા હતા. જેથી તેમણે પોતે તે જ રિવોલ્વરથી જ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ૧૦૮ની ટીમે તેમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તે માન્યા નહીં. તેમની સાથે તેમના માતા પણ રહેતા હતા. પરિવાર માટે આ દૃુખદૃ ઘટના ઘટી હતી.