પવનની ગતિ વધતા ઠંડીનો અહેસાસ વધ્યો, નલિયામાં સૌથી ઓછું ૧૦.૩ ડિગ્રી તાપમાન

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહૃાો છે. છેલ્લા કેટલાક દિૃવસોથી ઉત્તર અને ઉત્તરપૂર્વ દિૃશાના પવનની ગતિમાં વધારો થવાને કારણે વહેલી સવાર અને મોડી રાતે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બન્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને ખુલ્લા વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડી અનુભવી રહૃાા છે.

હવામાન વિભાગના હાલના આંકડા મુજબ કચ્છના નલિયામાં સૌથી ઓછું ૧૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલી માં ૧૦.૮ ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો પ્રભાવ સ્પષ્ટ થયો છે. કંડલામાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના દૃરિયાકાંઠા વિસ્તારમાં આવેલા પોરબંદૃરમાં ૧૨.૮ ડિગ્રી તાપમાન રહૃાું છે.

ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીની અસર જોવા મળી છે. ડીસામાં ૧૨.૪ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદૃાવાદૃ માં લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી રહૃાું છે, જ્યારે દૃીવમાં ૧૧.૯ ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો અહેસાસ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં રાજકોટમાં ૧૩.૩ ડિગ્રી, કેશોદૃમાં ૧૩.૯ ડિગ્રી અને મુન્દ્રામાં ૧૩.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર માં ૧૪ ડિગ્રી તાપમાન સાથે ઠંડીની અસર યથાવત રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિૃવસો સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. પવનની ગતિ વધુ રહેવાના કારણે રાત્રી અને વહેલી સવારમાં લોકોને સાવચેતી રાખવાની જ‚ર છે. ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવા તેમજ બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લેવા હવામાન વિભાગે સૂચના આપી છે.