
જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં જમીન પચાવી પાડવાના ત્રાસથી એક વૃદ્ધે મોતને વહાલું કરતા ચકચાર મચી ગઈ છે. ગાદૃોઈ ગામની અઢી વીઘા જમીન હડપી લેવાના ઈરાદૃે કાકાના દૃીકરા સહિતના શખ્સો દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ૨૦ વર્ષ જૂના આ જમીન વિવાદૃે આખરે એક માસૂમનો જીવ લીધો છે.
મૃતક વૃદ્ધ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમને પડી રહેલી હેરાનગતિ અને જમીન વિવાદૃનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિજનોના જણાવ્યા અનુસાર, કાકાના દૃીકરા અને અન્ય શખ્સો અઢી વીઘા જમીન પડાવી લેવા માટે સતત દૃબાણ કરી રહૃાા હતા અને તેમને માનસિક રીતે તોડી નાખ્યા હતા.
આ ઘટના બાદૃ મૃતકના પુત્રએ વંથલી પોલીસ સ્ટેશનમાં ૫ શખ્સો વિરુદ્ધ પિતાને આપઘાત માટે મજબૂર કરવા અંગેની ફરિયાદૃ નોંધાવી છે. પોલીસે સ્યુસાઈડ નોટ અને પુત્રની ફરિયાદૃના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ૨૦ વર્ષથી ચાલતા આ ઝઘડાનો અંત આટલો કરુણ આવશે તેવું કોઈએ વિચાર્યું નહોતું.
ગાદૃોઈ ગામની જમીન પચાવી પાડવાના આ કેસમાં કૌટુંબિક સભ્યો જ સામસામે આવતા ગામમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ વંથલી પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડવા અને જમીન વિવાદૃના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.