રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ, કેટલીક ટ્રેન કરાઈ ડાયવર્ટ

રાપરના કીડીયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડીના બે વેગન પાટા પરથી ઉતરી જતાં પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ફરી ટ્રેન વ્યવહાર શ‚ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શ‚ કરવામાં આવી છે. અકસ્માતના પગલે ગાંધીધામપાલનપુરગાંધીધામ સંપૂર્ણ રદૃ કરવામાં આવી છે.

કઇ કઇ ટ્રેનને થશે અસર?

મળતી માહિતી પ્રમાણે, કીડીયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ગાંધીધામપાલનપુરગાંધીધામ સંપૂર્ણ રદૃ કરવામાં આવી છે. આ સાથે બાંદ્રા ટર્મિનસભુજ ભીલડીમહેસાણાવિરમગામસામાંખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. દિૃલ્હી સરાઈ રોહિલ્લાભુજ ભીલડીમહેસાણાવિરમગામસામાંખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. ભગત કી કોઠીગાંધીધામ: ભીલડી સ્ટેશન સુધી જ દૃોડાવવામાં આવશે.

અમદૃાવાદૃ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણના પગલે ઘણી ટ્રેન વટવા, મણિનગર, સાબરમતી સ્ટેશને ડાઈવર્ટ કરાઈ છે. કેટલીક ટ્રેનના ‚ટ રાતોરાત બદૃલી દૃેવાતા હોવાથી મુસાફરોને છેલ્લી ઘડીએ સામાન અને પરિવાર સાથે દૃોડાદૃોડી કરવી પડે છે. ત્યારે કાલુપુર સ્ટેશન પર બ્રિજના સ્પાનની કામગીરીના પગલે આજે ૧૮મી જાન્યુઆરીના રોજ કાલુપુર સુધી આવતી બે ટ્રેન માત્ર વટવા સુધી જ દૃોડાવવામાં આવશે. જ્યારે માત્ર વટવા સ્ટેશન સુધી આવતી પાંચ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદૃ કરવામાં આવી છે.