
પંચમહાલ જીલ્લામાં ભારે વરસાદને કારણે ગ્રામીણ અને મુખ્ય માર્ગોને નુકસાન થયું છે. નાગરિકોની સુવિધા અને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગોધરાના પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શ કરવામાં આવી છે.
તાજેતરમાં, હાલોલ તાલુકાના રામેશરા-તરગોળ રોડ પર સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ ક્રોસ કરીને નવીન સ્ટ્રક્ચર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ભારે વરસાદને કારણે સ્ટ્રક્ચરની આસપાસની માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું, જેના પરિણામે માટી રસ્તા પર પથરાઈ ગઈ હતી.
આના કારણે સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, હાલોલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કામગીરી શ કરી હતી. ટીમ દ્વારા માર્ગ પરથી માટી હટાવીને ૠ.જ.ઇ. (ગ્રેન્યુલર સબ-બેઝ) અને મેટલ (કાંકરી/કંકર) પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી માર્ગને ઝડપથી પૂર્વવત કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન જીલ્લાના તમામ તાલુકાઓમાં રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવા અને ધોવાણ થયેલા રસ્તાઓના તાત્કાલિક સમારકામ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.