પંચમહાલ જીલ્લાની સિટી સર્વે તેમજ જમીન દફતર શાખાના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા ૧૦ દિવસથી ૨૧ સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી જતાં સમગ્ર જીલ્લામાં વહીવટી કામગીરી ઠપ થઈ ગઈ છે. કર્મીઓની લાંબા સમયની હડતાળથી સામાન્ય નાગરિકો, વેપારીઓ અને મિલકત ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સિટી સર્વે ઓફિસ દ્વારા કરવામાં આવતી મહત્વની કામગીરી જેવી કે મિલકતના કાર્ડ (પ્રોપર્ટી કાર્ડ) આપવા, પ્રોપર્ટી કાર્ડમાં નામ ટ્રાન્સફર કે સુધારો કરવો, માપણી સીટ મેળવવી, અને નવસાધ્ય કે વારસાઈ નોંધ દાખલ કરવી વગેરે જેવી તમામ સેવાઓ સંપૂર્ણપણે અટકી પડી છે.
દરરોજ મોટી સંખ્યામાં અરજદારો શહેર અને તાલુકાની સિટી સર્વે ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ ઓફિસમાં કર્મચારીઓ હડતાળ હોવાથી નિરાશ થઈને પરત ફરવું પડે છે.
હડતાળની અસર સામાન્ય નાગરિકોને તણાજા પ્રોપર્ટી કાર્ડ અને માપણી અહેવાલ ઉપલબ્ધ ન થતાં ઘર કે દુકાન ખરીદનારાઓના હોમ લોન અને મોર્ગન મંજૂર કરાવવામાં તેમજ લોન ડિસ્બર્સમેન્ટમાં મુશ્કેલી પડી રહી છે. વારસાઈ નોંધ, હક્ક કમી, વહેંચણી અને બક્ષિસ દસ્તાવેજો સંબંધિત કામગીરી પણ અટકી ગઇ છે.
જેનાથી કરોડો પિયાના નાણાકીય વ્યવહારો અટકી પડ્યા છે. જેથી પ્રજાની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જતી હોય, તંત્ર અને સરકાર વહેલી તકે આ હડતાળનો અંત લાવે તેવી લોકમાંગ ઊઠી છે.