ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરીને કારણે લાલબાગ એસ.ટી. બસ સ્ટેશનને હંગામી ધોરણે ભુરાવાવ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોને બસ સ્ટેશન સુધી પહોંચવામાં કે શહેરમાં અવરજવર માટે હાલાકી પડી રહી હતી.
વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોને બસ સ્ટેશન સુધી પહોંચવામાં કે શહેરમાં અવરજવર માટે હાલાકી ન પડે તે માટે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી.
રજુઆતથી ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ લોકલ બસોની ટ્રીપો શ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમા ગોધરા હંગામી બસ સ્ટેશનથી પરવડી ચોકડી, બામરોલી બાયપાસ રોડ, પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ તથા રેલવે સ્ટેશન સહિતના ટો પર બસોના સીડ્યુલ તૈયાર કરાયા હતા. બાદ એસટી વિભાગે શુભ મુહુર્તમાં ધારાસભ્ય સહિત મહાનુભવોના હસ્તે લીલી ઝંડી આપી બસોનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.
ત્યારે લોકાર્પણના નાટક બાદ બસો બંધ કરી દેવાતાં મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે કે જો બસો ચલાવવી જ નહોતી તો લોકાર્પણનો ભપકો શા માટે કરવામાં આવ્યો ? વિદ્યાર્થીઓ અને સ્થાનિકોની માંગ છે કે એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવાયેલી તમામ ટ્રીપો પુન: શ કરવામાં આવે.
દરરોજ આવવા – જવા ૪૦ – ૪૦ મિનિટ સુધી લોકોને ચાલવું પડે છે ગોધરા ભુરાવાવ બસ સ્ટેન્ડથી કોલેજ પહોંચવા માટે આવવા-જવામાં દરરોજ ૪૦-૪૦ મિનિટ ચાલવું પડે છે. રિક્ષાવાળા એક તરફના ૫૦ થી ૬૦ પિયા માંગે છે. સમય સાચવવા એટલે કે ઉતાવળ હોય અથવા પરિક્ષાનો સમય હોય ત્યારે ત્રણ મિત્રો ભેગા થઈને પિયા ખર્ચી મજબૂરીમાં રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ.
તંત્ર અથવા એસટી દ્વારા કોઇ સગવડ ઉભી કરવામાં આવે તો અમારા જેવા વિદ્યાર્થીઓ માટે શા રહે. હાર્દિક પરમાર, કોલેજ વિદ્યાર્થી.
હાલ પૂરતી ટ્રીપો બંધ કરી છે સમય પત્રકમાંથી રદ નથી કરી લોકોને હંગામી બસ સ્ટેશન સુધી અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પરવડી સહીતના ટ પર ૨ મહિના સુધી બસો ચલાવી હતી. પરંતુ મુસાફરો આ સેવાઓનો પૂરતો લાભ ન લેતાં એસ.ટી. નિગમને પૂરતી આવક મળતી ન હતી અને વાહનદીઠ દૈનિક કિલોમીટરનો વપરાશ કે ડ્રાઇવર-કંડક્ટરનું શેડ્યૂલ જળવાતું ન હતું. તેથી હાલ પૂરતી ટ્રીપો બંધ કરી છે.
પણ સમયપત્રકમાંથી રદ નથી કરી. આયોજન અને રી-કાસ્ટિંગ કરીને મુસાફરોને લાભ થાય તે રીતે બસ સેવા ફરી શ કરવા માટે વિચારણા ચાલુ છે. – યોગેશ પટેલ, નિયામક, ગોધરા એસટી વિભાગ