નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે’હિન્દી દિવસ’ની ઉજવણી કરવામાં આવી

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે હિન્દી વિભાગ દ્વારા ’૧૪મી સપ્ટેમ્બર, હિન્દી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આચાર્યશ્રી ડો.બી.આર.બોદર દ્વારા તજજ્ઞ વક્તાશ્રીનું શાબ્દિક સ્વાગત કરી પ્રસંગોચિત્ત ઉદબોધનમાં હિન્દી રાજભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચેનું અંતર અને હિન્દી ભાષાની વ્યાવહારિક અને વ્યાવસાયિક સ્તરે ઉપયોગિતા સ્પષ્ટ કરી હતી. ત્યારબાદ ઉજવણીના વક્તાશ્રી, હિન્દી વિભાગ, આર્ટસ કોલેજ, લીમખેડાના પ્રોફેસર ડો.જ્ઞાનસિંહ ચંદેલે હિન્દી ભાષાના ઉદ્દભવ, વિકાસમાં સર્જકોનું યોગદાન સ્પષ્ટ કર્યું હતું. જેમાં હિન્દીના મહત્વના નાટ્યકાર મોહન રાકેશના નાટકોનો પરિચય અને ’આધે અધૂરે’ નાટકની પ્રાસંગિકતા પર પ્રકાશ પાડ્યો હતો તેમજ હિન્દી માત્ર સંપર્ક ભાષા જ નહીં પણ સંસ્કૃતિ, સંસ્કાર માટેની ભાષા છે. તેનું દરેક ભારતીય નાગરિકને ગર્વ હોવું જોઈએ. પંક્તિઓ, સંવાદોના ઉદાહરણો દ્વારા રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.

આ પ્રસંગે કોલેજના વાઈસ પ્રિન્સીપાલશ્રી ડો.હરેશ પંચાલ, સંસ્કૃત વિભાગના વિભાગાધ્યક્ષ પ્રોફેસર જી.જી. સંગાડા, ગુજરાતી વિભાગના વિભાગાધ્યક્ષ ડો.ધવલ જોષી, ડો.કમલેશ ગાયકવાડ, પ્રા.હેતલ પરમાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.આ કાર્યક્રમનું સંચાલન હિન્દી વિષયના વિદ્યાર્થી જયંતીભાઈ ડામોર અને આભારવિધિ ડો.જીતેન્દ્ર જે.વણઝારાએ કરી હતી.

’હિન્દી દિવસ સમારોહ’નું સુચારુ આયોજન ડો.એ.બી. અગ્નિહોત્રી, ડો.અનિલ ખાવડુ, ડો.જે.જે. વણઝારાએ કર્યું હતું. આ ઉજવણીમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.