નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના સાંકડીબારીથી કુપ્પા અને છોટીઉંમરને જોડતો કાચો રસ્તો ભારે વરસાદને લઈ કોતરમાં પાણી આવતાં વચ્ચેથી જ તૂટી જતાં ગ્રામજનો ભારે હેરાન બન્યા છે. બાઈકની અવર જવર પણ બંધ થતાં વિસ્તારના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદના કારણે સાંકડીબારી-કુપ્પા વચ્ચે આવેલો કાચો રસ્તો વચ્ચેથી જ તૂટી ગયો છે અને મોટો ભૂવો પડી ગયો છે. જેના કારણે આ રસ્તા પર બાઈકની અવર-જવર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
આ રસ્તો તૂટી જતાં છોટીઉંમર અને કુપ્પા જવા માટે હવે ગ્રામજનોએ ૧૦ કિલોમીટરનો ફેરાવો કરીને જવું પડે તેમ છે. સ્થાનિકોએ જણાવ્યું હતં્ કે આ કાચો રસ્તો છોટીઉંમર, કુપ્પા અને સાંકડીબારીના લોકો માટે મુખ્ય રસ્તો છે.
રોજિંદા કામ, ખેતી અને બાળકોને શાળાએ જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. વિસ્તારના લોકો મહારાષ્ટ્ર તરફ નર્મદા નદી મારફતે અવર જવર કરતા હોઇ આ જ કાચા રસ્તે જતા હોય છે. પરંતુ રસ્તો તૂટી જતાં અમારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા આ કાચો રસ્તો પાકો બનાવવા માટે મંજૂર કરાયો છે, પરંતુ હજુ સુધી કામ શ કરવામાં આવ્યું નથી. હવે ક્યારે બનશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ચૂંટણી વખતે નેતાઓ વાયદા કરીને જતા રહે છે પણ રસ્તો બનતો નથી.
વિસ્તારના ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે કે, હાલ પૂરતું જ્યાં કાચો રસ્તો કટ પડી ગયો છે ત્યાં પાઈપ નાખીને રસ્તો તાત્કાલિક શ કરાય જેથી બાઈક અને પગપાળા અવર-જવર શ થઈ શકે. તંત્ર દ્વારા આ કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો જ વચ્ચેથી તૂટતાં મુશ્કેલી સાંકડીબારીથી કુપ્પા છોટીઉંમર સાથે મહારાષ્ટ્ર તરફ જવાવાળા આ કાચા રસ્તે અવર જવર કરતા હોય છે. વરસાદમાં કાચા રસ્તે એક કોતર આવેલું છે જ્યાં કટ પડી ગયો છે. એટલે બાઈકની અવર જવર અટકી પડી છે.
રસ્તો સરકારે મંજૂર કર્યો છે. જે ઝડપથી બનાવાય તો મુશ્કેલીનો અંત આવશે. હાલ એક ગામથી બીજા ગામ જવાની મુશ્કેલી પડે છે. ખેતરે જવાનું હોય પણ રસ્તો તૂટી જતાં અઘં પડે છે. વચ્ચે પાઇપ નાખી રસ્તો અવર જવર માટે શ કરી આપો. – મનાભાઈ ડું ભીલ, ગ્રામજન
સાંકડીબારીથી કુપ્પા પાસે પણ હવે ૧૦ કિમી ફરીને જવાનો વારો સાંકડીબારી ગનિયાબારીના ગ્રામજનોની ખેતી આજુબાજુ છે. વિસ્તારના લોકો નર્મદા નદી મારફતે મહારાષ્ટ્રની અવર જવર કરતા હોય છે. આ જ કાચા રસ્તે અવર જવર રહેતી હતી.
હવે રસ્તા વચ્ચે જ મોટો કટ પડ્યો એટલે કુપ્પા છોટીઉંમર જવા દસ કિલોમીટર ફરીને જવુ પડશે. દરરોજ અવર જવર કરવી મુશ્કેલ બનશે. નસવાડી પંચાયત આર એન્ડ બી સ્થળ મુલાકાત લઈ રસ્તાની સપાટી સારી કરે તે જરી બન્યું છે.