
સંખેડા તાલુકાના માછીપુરા ગામની સીમમાં ખેતરમાં ૪-૫ જંગલી બિલાડીના બચ્ચા જોવા મળ્યા હતા. આ બચ્ચા દેખાતા ગ્રામજનોમાં ડર ફેલાયો હતો.
આ અંગે જાણ થતા બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિનભાઈ પંડિત ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ગ્લોઝ પહેરીને એક બચ્ચાને સુરક્ષિત રીતે પકડી લીધું હતું. જોકે, બીજા બચ્ચા ઝાડી-ઝાંખરામાં ભાગી ગયા હતા.
વન વિભાગની સૂચના પ્રમાણે, આ બચ્ચાને તેના કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યું હતું. આ સાથે ગ્રામજનોને જંગલી બિલાડીઓ વિશે જરી માહિતી પણ આપવામાં આવી હતી.