છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે 6 કરોડથી વધુના ખર્ચે પુલ મંજુર કરાયો પરંતુ ખાતામુર્હુત બાદ પણ એક માસ વિતી જવા છતાંય પુલની કામગીરી શરૂ થઈ નથી.
નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્ર્વિન નદી ઉ5ર છેલ્લા 40 વર્ષથી લો-લેવલનો કોઝ-વે આવેલો છે. અને ચોમાસાના ચાર મહિના 15 ગામોના લોકો હેરાન થાય છે. લો-લેવલના કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે કલાકો સુધી પાણી ઉતરવાની રાહ જોવી પડે છે. જયારે શિક્ષણ તેમજ વેપાર અને ખેતી સહિત તમામ વસ્તુઓ ઉપર આની અસર પડતી હોય છે. સરકાર દ્વારા 6.82 કરોડના ખર્ચે પુલ મંજુર કરાયો હતો. આ પુલનુ ખાતામુર્હુત ઢોલ-નગરા સાથે કરાયુ હતુ. કોન્ટ્રાકટરને કામ ઝડપથી ચાલુ કરવા માટે સુચના આપી હતી. અને સ્થાનિક લોકોને કામમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે ઘ્યાન રાખવા જણાવ્યુ હતુ. પરંતુ ખાતામુર્હુત બાદ એક માસ જેટલો સમય વિતી ગયો છે છતાં હજુ સુધી પુલ બનાવવાની કામગીરી વડોદરાની નિયતિ ક્ધસ્ટ્રકશન એજન્સી દ્વારા શરૂ કરી નથી. હાલ તો એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે તે પણ કાચો બનાવ્યો છે. આગામી ચોમાસા પહેલા પુલ નહિ બનેતો લોકોને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડશે. અને કાચો ડાયવર્ઝન પણ તે સમયે વરસાદમાં ધોવાઈ જશે. નિયતિ ક્ધસ્ટ્રકશન દ્વારા નસવાડી તાલુકામાં 20 કરોડના કામો એક વર્ષ પહેલા લીધા હતા. તેની સમય મર્યાદાઓ પુર્ણ થઈ જતાં હજુ સુધી કામો પુર્ણ થયા નથી. ત્યારે આ જ એજન્સીને ફરી પુલનુ કામ સોંપવામાં આવ્યુ છે. સામે કિનારે ખેડુતોની જમીન આવેલી છે. અને ખેડુતોને ખેતી કરવા માટે 10 કિ.મી.ફરીને જવુ પડે છે. હાલ તો વહેલી તકે કામગીરી શરૂ થાય તેવી ખેડુતોની માંગ ઉઠવા પામી છે.