નસવાડી તાલુકાના ગોયાવાંટથી સીમેલ જવાનો ડામર રસ્તો બિસ્માર હાલતમાં છે. જેને લઈને 10 વર્ષથી આ રસ્તો ન બનતા 10 જેટલા ગામોના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નસવાડી અને ગઢ બોરીયાદ જવા માટે આ મહત્વનો રસ્તો છે.
નસવાડી તાલુકાના અનેક ગામડાઓને જોડતા રસ્તા બિસ્માર છે. નસવાડી તાલુકાના ગોયાવાંટથી સીમેલ જવાનો રસ્તો છે. તે ડામર રસ્તો 10 વર્ષ પહેલા બન્યો હતો. અને ડામર રસ્તામાંથી કપચી ઉખડી જતાં વાહનચાલકો આ રસ્તા ઉપરથી પસાર થાય ત્યારે તેનુ ટાયર પંકચર પડી જાય છે. અનેક જગ્યા પર મોટા મોટા ખાડા પડયા છે. જયારે આ રસ્તો નસવાડી અને ગઢ બોરીયાદ આવવા માટે તેમજ છોટાઉદેપુર જિલ્લા મથક ઉપર જવા માટે મહત્વનો છે. 10થી વધુ ગામડાના લોકો આ રસ્તા ઉપરથી છોટાઉદેપુર જવા માટે પસાર થાય છે. બિસ્માર ડામર રસ્તાના કારણે લોકો વર્ષોથી હેરાન પરેશાન થાય છે.