છોટાઉદેપુર નગરપાલિકાના વિસ્તારમાં ૫ સામુહિક શોૈચાલયોને તાળા મારી દેવાયા છે. શોૈચાલય જર્જરિત હોવા છતાં કલર મારીને બે મહિના પહેલા લાખો પિયાનો ખર્ચ પડ્યો છે. જયારે નગરપાલિકાએ જર્જરિત શોૈચાલયોને રિનોવેશન કરવા માટે ૨૮ લાખ પિયાનુ ટેન્ડર બહાર પાડવાની તૈયારીઓ શ કરી હતી. તેવા સમયે પ્રજાના ટેકસના પૈસામાંથી આડેધડ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
છોટાઉદેપુર નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં ૭ જેટલા સામુહિક શોૈચાલયો આવેલા છે. જેમાં ૫ જેટલા શોૈચાલયોને તાળા મારેલા છે. જયારે આ શોૈચાલયો જર્જરિત હોવા છતાં આ શોૈચાલયોને કલર મારીને ચમકાવીને નગરપાલિકાના સરકારી ચોપડે લાખો પિયાનો ખર્ચ પાડી દીધો અને શોૈચાલય સારી હાલતમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ શોૈચાલય બિસ્માર હાલતમાં હોવાથી લોકોના ઉપયોગમાં આવ્યા નથી. જયારે નગરપાલિકા સત્તાધિશો આ શોૈચાલયોને રિનોવેશન માટે ૨૮ લાખના ખર્ચે ટેન્ડર બહાર પાડવાની તૈયારીઓ શ કરી છે. નગરપાલિકાના સત્તાધિશો દિવસેને દિવસે પ્રજાના ટેકના નાણાં આ રીતના આડેધડ વાપરી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, નગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. જે ખર્ચમાં રિનોવેશનની તયાર કરાઈ રહી છે. તેટલા ખર્ચમાં તો નવા શોૈચાલયો બની જાય.બે વર્ષથી શોૈચાલયોને તાળા મારેલા હોવાથી પ્રજાને સામુહિક શોૈચાલયોને લાભ મળતો નથી.તેમજ ઉપયોગ કર્યા વિના જ હવે તેનુ રિનોવેશન પણ થશે.