મહિસાગર જિલ્લામાં આજદિન સુધી ખોરાક અને ઓૈષધ નિયમન તંત્રમાં કમિશનર અને ઓૈષધ નિરીક્ષકની સત્તાવાર નિમણુંક હોવા છતાં સમગ્ર વહીવટ ગોધરાથી જ ચલાવાય છે. વળી, વર્તમાન કમિશનર પાસે દાહોદ અને મહિસાગરનો વધારાનો ભાર હોવાથી નિયમિત સઘન ચેકિંગ થઈ શકતુ નથી. પરિણામે મોટા તહેવારો પુરતી જ તંત્રની કામગીરી માત્ર દેખાડા પુરતી સિમીત રહે છે. અને આખુ વર્ષ લોકોને બિન આરોગ્યપ્રદ તથા અખાદ્ય આહાર લેવા મજબુર બને છે.