સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલા ઐતિહાસિક શ્રી રત્નેશ્ર્વર મહાદેવ સાર્વજનિક મંદિર ટ્રસ્ટની મિલ્કતમાંથી ભુતપુર્વ ટ્રસ્ટીઓ તથા તેમના વારસદારોના નામ રેવન્યુ રેકર્ડમાંથી કમી કરવા હાલના ટ્રસ્ટી મંડળે મામલતદાર કચેરીમાં લેખિત રજુઆત કરી છે.
ટ્રસ્ટના પ્રમુખ કામાખ્યાસિંહજી કાલિકાકુમારસિંહજી ચોૈહાણની રજુઆત મુજબ, શ્રી રત્નેશ્ર્વરમહાદેવ સાર્વજનિક મંદિર ટ્રસ્ટની નોંધણી તા.૧૦ ડિસેમ્બર-૧૯૫૯ ના રોજ થઈ હતી. પ્રતાપપુરા ગામે જુના રેવન્યુ સર્વે નં.-૨૪૩ અને ૨૪૭/૧ ની જમીન ટ્રસ્ટને આધિન છે. ટ્રસ્ટી મંડળ મુજબ અગાઉના વહીવટદાર કોઠારી ઓચ્છવલાલ ચંદુલાલના વારસદારો દ્વારા વારસાઈના આધારે આ મિલ્કતમાં પોતાના નામ દાખલ કરાવવામાં આવ્યા હતા. આ મામલે ટ્રસ્ટ દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એકટ-૧૯૫૦૨ ની કલમ ૪૧-એ હેઠળ વડોદરા સંયુકત ચેરિટી કમિશનર સમક્ષ અરજી કરાઈ હતી. સંયુકત ચેરિટી કમિશનરે સર્વે નં.-૨૪૩ અને ૨૪૭/૧ ની મિલકતમાંથી ભુતપુર્વ વહીવટદારોના વારસદારોના નામ દુર કરી માત્ર ટ્રસ્ટનુ નામ રાખવા હુકમ કયો હતો. આ હુકમ સાથે તા.૩૦ જુન-૨૦૨૬ ના રોજ મામલતદાર કચેરીમાં લેખિત રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં રેવન્યુ રેકર્ડમાં સુધારો ન થતાં ટ્રસ્ટી મંડળમાં નારાજગી જોવા મળી રહી છે. અને તાત્કાલિક જરી એન્ટ્રી કરી રેકર્ડ સુધારવાની માંગ કરી છે.