
છોટાઉદેપુર જિલ્લા પંચાયતે મોટો નિર્ણય કરતા વહીવટી સુધારાના ભાગરૂપે ૫૭ તલાટી કમ મંત્રીઓની સામુહિક બદલી અને નવી નિમણુંકના કડક આદેશ આપ્યા છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીનો વધુ ગતીશીલ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી એક અત્યંત મહત્વપુર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સત્તાવાર હુકમ બહાર પાડીને જિલ્લામાં ફરજ બજાવતા કુલ ૫૭ તલાટી કમ મંત્રીઓની એકસાથે સામુહિક બદલી અને નવી જગ્યાઓ પર તત્કાલ પ્રભાવથી નિમણુંક કરવાના આદેશો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તલાટીઓએ જિલ્લા વિકાસ અધિકારીને મળેલી વિશેષ સત્તાની એ બદલી કરાઈ છે. તમામ તલાટી કમ મંત્રીઓને રિલીવરની રાહ જોયા વિના તાત્કાલિક અસરે પોતાની વર્તમાન ફરજ પરથી મુકત થઈને બદલીવાળા નવા નિયમ કરાયેલા ગામ કે પંચાયત ખાતે પહોંચીને પોતાનો નવો ચાર્જ સંભાળી લેવા માટે તાકિદ કરાઈ છે. સામુહિક સ્તરે થયેલા આ મોટા ફેરફારને પગલે પંચાયત આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ હુકમમાં કવાંટ તાલુકાના ૧૦ તલાટીઓ, બોડેલી તાલુકાના ૧૧ તલાટીઓ, નસવાડી તાલુકાના ૧૦ તલાટીઓ, છોટાઉદેપુર તાલુકાના ૮ તલાટીઓ, કદવાલ તાલુકાના ૭ તલાટીઓ, પાવીજેતપુર તાલુકાના ૫ તલાટીઓ, સંખેડા તાલુકાના ૩ તલાટીઓ મળી કુલ ૫૭ તલાટીઓની એકસાથે બદલી કરવામાં આવી છે.