નસવાડી તાલુકામાં ગત જુલાઈની મધ્યમાં આફતપી ધોધમાર વરસાદ વરસતા અશ્ર્વિન અને મેણ નદી સહિતના કોતરોમાં રોૈદ્ર સ્વપ ધારણ કર્યુ હતુ. પુરના પાણી અનેક ગામડાઓમાં ધુસી જતાં ભારે તબાહી મચી હતી. તાલુકા પંચાયતના પ્રાથમિક સર્વે મુજબ ૩૦૬ જેટલા ધરોમાં પાણી ફરી વળ્યા હતા. ધરવખરી, અનાજ, અને ખેતી માટેનુ ખાતર પલળી જતાં ગ્રામજનોને લાખો રૂપિયાનુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ આ કુદરતી આફત સામે ઝઝુમી રહેલા પીડિતોને મદદ કરવાના બદલે વહીવટી તંત્ર દ્વારા ચુકવવામાં આવેલી નજીવી સહાયથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
તાલુકા પંચાયત દ્વારા સર્વે પુર્ણ કર્યા બાદ પીડિત મકાન માલિકોને ધરવખરી સહાય પેટે .૨,૩૦૦ જેવી આંકડાકિય મજાક સમાન રકમ આપી છે. લાખોના સામનના ધોવાણ સામે આ રકમ ઉંટના મોંઢાના જીરા સમાન સાબિત થઈ છે. જયારે નિયમ અનુસાર પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં કુટુંબ દીઠ તાત્કાલિક જીવન જરી જરિયાતો માટે ‘કેશ ડોલ્સ’ (રોકડ સહાય)આપવાની હોય છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા ૫ીડિતોને એક પણ પિયો કેશ ડોલ્સ પેટે ચુકવ્યો નથી.કેશ ડોલ્સ ન આપવા પાછળ અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે, સળંગ ૪૮ કલાક સુધી પુરના પાણી ભરાયેલા રહે, તેમને જ કેશ ડોલ્સ આપી શકાય. તંત્રના આ અટપટા અને અવ્યવહા નિયમોથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.