નસવાડી તાલુકાના ભાખા ગામે નલ સે જલ યોજનામાં ધરે ધરે બેસાડવામાં આવેલા નળમાં ફિલ્ટરવાળુ પાણી આવતુ નથી.
ભાખા ગામના સરપંચ ફળિયામાં ૧૫૦૦ લોકોની વસ્તી આવેલ છે. ગામમાં પોચંબા પાણી પુરવઠા યોજના ફિલ્ટર વાળુ શુદ્ધ પાણી મળે તે માટે ટાંકી અને સંપ બનાવેલી છે. સંપ સુધી પાણી આવે છે પરંતુ ધરે ધરે બેસાડેલા નળમાં પાણી આવતુ નથી. જયારે વોટરવર્કસના બોર ગામમાં આવેલા છે.પરંતુ વીજ મીટર ન હોવાથી તે બોરો શોભાના ગાંઠિયા સમાન છે. જયારે ગ્રામજનોએ ફિલ્ટર વાળુ શુદ્ધ પાણી મળે તે માટે વારંવાર અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ અધિકારીઓ રજુઆત સાંભળતા નથી. ઉનાળાના સમયમાં આટલા મોટા ગામમાં પાણીની તંગી દુર કરવા માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લેવી જોઈએ. ભાખા ગામના લોકોનો આક્ષેપ છે કે, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અમારી સમસ્યાનો નિકાલ કરવા માટે સ્થળ ઉ૫ર આવતા જ નથી. જેને લઈને ચુંટણીમાં પરચો બતાવીશુ તેવી ચિમકી ઉચ્ચારી છે.