મહીસાગર જીલ્લા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે, મોટર વાહન નંબર: ((1) GJ-31-7-0530 MAXI, (2) GJ-05-Z-2202 GOODS, (3) GJ-03-J-9467 GOODS, A“¡ (4) GJ07XX6221 GOODSના માલિકોને તા. 02/09/2025, તા. 07/09/2025 અને તા. 30/09/2025 નારોજ હરાજી બાબતની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી. જોકે, આ નોટિસ અધૂરા સરનામા અથવા અન્ય કારણોસર પરત આવેલ છે. આ તમામ મોટર વાહનોમાં અનુક્રમે રૂા. 36,000/-, રૂા. 49,500/-, રૂા. 24,000/-, અને રૂા. 67,500/- (પેનલ્ટી અને વ્યાજ સિવાય) જેટલું રાજસ્વ ભરવાનું બાકી છે. ગુજરાત મોટર વાહન ટેક્ષ નિયમ-1989 ના નિયમ 18-અ મુજબ આ વાહનોની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
આથી, સંબંધિત મોટર વાહન માલિક/કબ્જેદાર/નિયંત્રકને આ અખબારી યાદી પ્રસિદ્ધ થયાના દિન-7 માં બાકી રાજસ્વની રકમ ભરી દેવા માટે તાકીદ કરવામાં આવે છે. જો સંબંધિત માલિકો આ સમયગાળામાં રાજસ્વ ભરવામાં નિષ્ફળ જશે, તો સદરહુ તમામ મોટર વાહનો ગુજરાત મોટર વાહન ટેક્ષ નિયમ 18-અ મુજબ સરકારના નામે દાખલ કરવામાં આવશે. ઉપરોક્ત કિસ્સામાં, મોટર વાહન સરકારના નામે થતાં મોટર વાહન માલિક/કબ્જેદાર/નિયંત્રક કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવી શકશે નહીં, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી છે.