ફિલ્ડ કવર અને ફળપાક વાવેતર માટે સહાય યોજનાઓ અમલમાં.
મહીસાગર જીલ્લામાં બાગાયતી ખેતી કરતા તેમજ બાગાયતી પાકોનું વાવેતર શ કરવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગે વર્ષ ૨૦૨૬-૨૭ માટે બે નવી સહાય યોજનાઓ અમલમાં મૂકી છે. યોજનાઓ હેઠળ ખેડૂતોને ફળપાકોમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને આધુનિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવા નાણાકીય સહાય આપવામાં આવશે. બંને યોજનાઓ માટે નવીન આઈ-ખેડૂત પોર્ટલ (૨.૦) પર ૨૪ જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
પ્રથમ યોજના અંતર્ગત ફળપાકોમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે પ્રતિ હેક્ટર . ૫ લાખના એકમ ખર્ચ સામે એકમ ખર્ચના ૪૦ ટકા અથવા વધુમાં વધુ . ૨ લાખ સુધીની સહાય મળશે. યોજના હેઠળ ઓછામાં ઓછા ૦.૨૦ હેક્ટર અને વધુમાં વધુ ૧ હેક્ટર વિસ્તારમાં સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે અને પ્રો- રેટા ધોરણે સહાય ચૂકવાશે.
બીજી યોજના હેઠળ બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તાર વધારવા માટે એકથી વધુ ફળપાકોનું અતિઘનિષ્ઠ વાવેતર કરનાર ખેડૂતોને પાકવાર નક્કી કરાયેલા ધોરણ મુજબ રોપા, કલમ અથવા ટિશ્યૂ રોપાના ખર્ચ બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાશે. ઉપરાંત વાવેતર માટે ઈનપુટ અને મજૂરી ખર્ચ પેટે પ્રતિ હેક્ટર . ૧૦ હજારની પ્રો-રેટા સહાય પણ મળશે. લાભાર્થીને મહત્તમ ૪ હેક્ટર વિસ્તાર સુધી સહાયનો લાભ મળશે.