
મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને તાજેતરમાં પાટીદાર નેતા વરુણ પટેલે ફેસબુક પર ગંભીર ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ કરી છે. તેમની આ પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે. દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે,એમ આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે.
એક ડેરીની ચૂંટણી પૂરતી વરુણ પટેલની આ ચિંતા સીમિત નથી, પરંતુ સહકારી ક્ષેત્ર અને સમગ્ર રાજકારણમાં પાટીદાર સમાજના ભાવિ પર સવાલ ઉઠાવે છે. સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય રકાશની શરૂઆત થઈ છે, તે જો આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, એવો તેમણે દાવો કર્યો છે.
આથક રીતે નબળા વર્ગ માટેની જોગવાઈઓ જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં યોગ્ય રીતે લાગુ કરવામાં નહીં આવે, તો આ ઘટનાઓ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત બની રહેશે, એવી ચેતવણી તેમણે આપી છે.
જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો “દૂરબીન લઈને જોશો તોય રાજકારણમાં ક્યાંય પાટીદારો શોયા નઈ મળે, એમ વરુણ પટેલે વધુમાં જણાવ્યું હતું. “મહત્વનું છે કે મહેસાણા દૂધસાગર ડેરીના મતદાર લિસ્ટમાં પાટીદાર પ્રતિનિધિત્વ ઘટાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સિવાય પાટીદાર સમાજનું સહકારી ક્ષેત્રમાં રાજકીય વર્ચસ્વ ઘટી રહ્યું છે. ઈઉજી જોગવાઈઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં લાગુ ન થવાથી રાજકીય નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.
જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે. પાટીદારોમાં વરુણ પટેલની આ પોસ્ટે ગરમાવો લાવી દીધો છે અને સમાજમાં એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું ખરેખર ગુજરાતના રાજકારણ અને સહકારી માળખામાં પાટીદાર સમાજ પોતાનું સ્થાન ગુમાવી રહ્યો છે?