લુણાવાડાના ગોધરા રોડ ઉપર આવેલા રહેણાંક બાંધકામને સ્વેૈચ્છાએ દુર કરવા જિલ્લા કલેકટરે નોટિસ ફટકારી છે. તેમજ જો તેમ નહિ થાય તો સરકારી રાહે તેને દુર કરવાની ચિમકી અપાઈ છે.
લુણાવાડા-ગોધરા હાઈવે પાસે સર્વે નં.-498 પૈકી 10 અને નવો સર્વે નં.-1190 વાળી 1076 જમીન રાકેશ નટવરલાલ પંડ્યા દ્વારા રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ છે. જેનો કોઈ હેતુફેર કરાવેલ નથી. અને લે-આઉટ પ્લાન પણ ગોધરા દ્વમરા મંજુર કરાવેલ છે. તેમજ રોડના મઘ્યબિંદુથી 29.50 મીટરના અંતરે આવેલ છે. અને બિલ્ડિંગ બાંધતા પહેલા સોઈલ ટેસ્ટિંગ કે બાંધકામની પરવાનગી પણ મેળવેલ નથી. અને લે-આઉટ પ્લાનમાં કોમન પ્લોટ પણ નથી.જેના આધારે રેખા નિયંત્રણનો ભંગ કરતા નગર સંયોજકની હુકમની શરતોનુ ભંગ હોય આ અનઅધિકૃત બાંધકામને તાત્કાલિક દુર કરવા માટે જિલ્લા કલેકટર દ્વારા નોટિસ આપવામાં આવી છે. તેમજ તેની પાસે આવેલ સર્વે નં.-430ની સરકારી જગ્યામાં પણ ગેરકાયદે કોમર્શિયલ દુકાનો બનાવી દેવાઈ હોઈ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતાં અરજદાર દ્વારા સવાલો ઉભા થઈ રહ્યા છે.