છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રિય ધોરીમાર્ગ-56 પર બોડેલી પાસે આવેલ મેરીયા નદી પુલ તથા ઓરસંગ નદી પુલને નુકસાન થવાના કારણે બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનોને પ્રતિબંધિત કરીને માત્ર ટુ-વ્હિલર, પેસેન્જર કાર, હળવા વાણિજયક વાહનોને પસાર થવા દેવા અને ભારે કોમર્શિયલ વાહનો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે એ અંગેનુ ઈ.જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે.
જાહેરનામાં મુજબ છોટાઉદેપુરથી વડોદરા તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો છોટાઉદેપુર-પાનવડ-કવાંટ-ખાટીયાવાંટ-ચલામલી-કોસિન્દ્રા-વાસણા ચોકડી-ભાટપુર-હાંડોદ-ચોકડી-રતનપુર રોડ-કરનેટ રોડ બ્રિજ-બોરીયાદ થઈ ડભોઈ-વડોદરા તરફ જઈ શકશે. વડોદરાથી છોટાઉદેપુર તરફ જતા ભારે કોમર્શિયલ વાહનો ડભોઈ થઈ બોરીયાદ-કરનેટ બ્રિજ-કરનેટ રોડ-રતનપુર રોડ-હાંડોદ ચોકડી-ભાટપુર-વાસણા ચોકડી-કોસિન્દ્રા-મોડાસર ચોકડી-રંગલી ચોકડી-ખાટીયાવાંટ-કવાંટ-પાનવડથી છોટાઉદેપુર તરફ જઈ શકશે. અથવા વડોદરાથી છોટાઉદેપુર તરફ જતાં ભારે કોમર્શિયલ વાહનો ડભોઈ થઈ બોરીયાદ-કરનેટ બ્રિજ-કરનેટ રોડ-રતનપુર રોડ-હાંડોદ ચોકડી-ભાટપુર-વાસણા ચોકડી-કોસિન્દ્રા-ચલામલી-રંગલી ચોકડી-ખાટીયાવાંટ-કવાંટ-પાનવડથી છોટાઉદેપુર તરફ જઈ શકશે. આ જાહેરનામું તા.20/12/2025 સુધી અમલમાં રહેશે.