લીલવાઠાકોરમાં આયુષ પ્રીમિયમ આયુર્વેદિક દવાઓની હોમ શોપીનું ઓપનિંગ યોજાયું

-આયુર્વેદિક દવાઓ સાથે કૃષિ ક્ષેત્રની ઉપયોગી માહિતીનું પણ માર્ગદર્શન અપાયું.

દાહોદ જીલ્લાના ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાના લીલવાઠાકોર ગામે મુકેશભાઈ ખાંગુડાના નિવાસસ્થાને આયુષ પ્રીમિયમ આયુર્વેદિક દવાઓની હોમ શોપીનું ઓપનિંગ યોજાયું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને આયુર્વેદિક દવાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. સાથે જ એગ્રીકલ્ચર (ખેતીવાડી) ક્ષેત્રને લગતી ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. ખેતીની આધુનિક પદ્ધતિઓ તથા કૃષિ ક્ષેત્રના નવા અભિગમો અંગે માહિતી આપીને ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ આયુષ પ્રીમિયમની આ પહેલને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. આયુર્વેદ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી માહિતી ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવાની આ પહેલ સ્થાનિક નાગરિકો અને ખેડૂતો માટે ઉપયોગી બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.