ગોધરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે એસ.પી. એ શક્તિ સ્વરૂપ બાલિકાઓનું પૂજન કર્યું

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં શારદીય નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના સાતમા નોરતે ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાલિકા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાત ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલિકાઓને માતાજીના શક્તિ સ્વરૂપ તરીકે વંદન કરીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની આસ્થાને ઉજાગર કરવામાં આવી હતી.

નવરાત્રીમાં બાલિકા પૂજનનું વિશેષ મહત્ત્વ નવરાત્રી એ માતાજીની આરાધના અને શક્તિની ઉપાસનાનો પર્વ છે. આ પર્વ દરમિયાન બાલિકાઓમાં માતાજીનું સ્વરૂપ નિહાળીને તેમનું પૂજન કરવાની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ધાર્મિક આસ્થા, સંસ્કાર અને સંસ્કૃતિનાં મૂલ્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

ભક્તિભાવ સાથે માતૃશક્તિને વંદન પંચમહાલ પોલીસ દ્વારા નવરાત્રીના સાતમા નોરતે યોજાયેલા આ બાલિકા પૂજન કાર્યક્રમમાં બાલિકાઓને શક્તિ સ્વ‚પ માની તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. જઙ ડો.હરેશ દુધાતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા માતૃશક્તિ પ્રત્યે આદર અને સન્માનની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભારતીય પરંપરાનું મહત્ત્વ ઉજાગર થયું હતું.