મહિસાગર કલેક્ટરે અધિકારીઓને જનપ્રતિનિધિઓના લોકહિતના પ્રશ્નોનું નિવારણ માટે માર્ગદર્શન આપ્યું

મહીસાગર જીલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા પ્રજાહિત અને વિકાસલક્ષી પ્રશ્નોની સમીક્ષા કરાઈ. અધિકારીઓને તેના ઝડપી નિવારણ માટે માર્ગદર્શન અપાયું.

બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ હાજર રહ્યા. તેમણે ખાણ-ખનીજ, શિક્ષણ, ખૠટઈક, વન અને પોલીસ વિભાગ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા.

કલેક્ટર અર્પિત સાગરે પ્રજાના પ્રશ્નોને સૌથી વધુ મહત્વ આપવા જણાવ્યું. તેમણે અધિકારીઓને સમયસર અને ગુણવત્તાવાળું કામ પૂરૂ કરવા તાકીદ કરી, જેથી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જીલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન અને નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.