મહીસાગર જીલ્લામાં મતદારયાદી સુધારણા માટે ‘SVEEP’ કાર્યક્રમ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયા. હેતુ છે કે, કોઈ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે.
આ કેમ્પ જીલ્લાના ૧૨૧-બાલાસિનોર મતવિસ્તારની ITI વિરપુર,ITI બાલાસિનોર, ITI ફાગવેલ, પી.ટી.સી. કોલેજ અને અંજુમન કોલેજ-બાલાસિનોર ખાતે થયા. ૧૨૨-લુણાવાડા મતવિસ્તારની ITI મોટાસોનેલા અને ITI બાકોર, તેમજ ૧૨૩-સંતરામપુર મતવિસ્તારની સહજાનંદ કોલેજ, આદિવાસી આર્ટસ કોલેજ અને ITI દિવડા કોલોની (કડાણા) ખાતે પણ શિબિરો યોજાઈ. વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભાગ લીધો, યુવા મતદારોને નોંધણી પ્રક્રિયાથી માહિતગાર કરાયા.
૧૮-૧૯ વર્ષના નવા મતદારો અને મતદારયાદીમાં નામ નોંધાવવાથી રહી ગયેલા નાગરિકો માટે વિશેષ ઝુંબેશ ચલાવાશે. આગામી ૧૮, ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ અને ૧ નવેમ્બર ૨૦૨૬ (તમામ રવિવાર) ના રોજ સવારે ૧૦ થી સાંજે ૦૫ વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર ઇકઘ અને ડેઝીગ્નેટેડ ઓફિસરો હાજર રહેશે.
આ દિવસો દરમિયાન નાગરિકો મતદાન મથક પરથી નવા નામ ઉમેરવા, સુધારા કરવા કે વાંધા અરજી માટેના ફોર્મ મેળવી શકશે. ભરેલા ફોર્મ્સ સ્થળ પર જ જમા કરાવી શકાશે. જીલ્લા ચૂંટણી તંત્રએ તમામ પાત્ર નાગરિકોને આ ઝુંબેશનો લાભ લેવા અને મતદાર તરીકે નામ નોંધાવી લોકશાહીમાં ભાગ લેવા અપીલ કરી છે.