
મૂળભૂત શિક્ષણ વિભાગમાં એક જ પ્રમાણપત્ર પર ૧૦ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હોવાનો કેસ સામે આવ્યો છે. આનાથી ચોંકી ઉઠેલા, અલ્હાબાદ હાઈકોર્ટે ધોરણ એકથી ધોરણ આઠ સુધીની શાળાઓમાં પોસ્ટ કરાયેલા શિક્ષકોના શૈક્ષણિક પ્રમાણપત્રોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સંત કબીર નગરના રહેવાસી કુસુમલતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર ન્યાયાધીશ વિનોદ દિવાકરની સિંગલ બેન્ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટે શિક્ષકોને એક અઠવાડિયાની અંદર તેમના નિમણૂક પત્રો અને શૈક્ષણિક પ્રમાણપત્રો મ્જીછ ને સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે નોટરાઇઝ્ડ સોગંદનામું પણ સબમિટ કરવું જોઈએ જેમાં તેમના સંબંધીઓ કે જેઓ હાલમાં શિક્ષણ વિભાગમાં મ્જીછ કે તેથી વધુ રેન્ક પર સેવા આપી રહ્યા છે અથવા નિવૃત્ત થયા છે તે જાહેર કરવામાં આવે. ત્યારબાદ મ્જીછ વિગતો તૈયાર કરશે અને તેમને સ્પેશિયલ ટાસ્ક ફોર્સને મોકલશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વિભાગ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ તપાસ પ્રક્રિયા પર નજર રાખશે.
અધિકારીઓ ૪ નવેમ્બરના રોજ પાલન અહેવાલ રજૂ કરશે. કોર્ટે ગરિમા સિંહ કેસમાં આદેશનો પણ ઉલ્લેખ
કર્યો. તેણે સ્પષ્ટ કર્યું કે કોર્ટ આગામી સુનાવણીમાં નકલી નિમણૂકો રદ કરવા, નિયમો અનુસાર પગાર વસૂલવા અને સંડોવાયેલા અધિકારીઓ સામે શિસ્તબદ્ધ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો વિચાર કરશે.
અરજદારે નિમણૂક અને પગારની મંજૂરી માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણીએ દાવો કર્યો હતો કે તેણીને સહાયક શિક્ષકના પદ માટે પસંદ કરવામાં આવી હતી. તેણી પોતાની ફરજા સંભાળ્યા પછી નિયમિત રીતે કામ કરી રહી હતી. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ, સંત કબીર નગરના જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારીએ તેણીને સસ્પેન્ડ કરી દીધી હતી.એસટીએફ તપાસમાં બહાર આવ્યું કે તેણીએ ગોરખપુરમાં કાર્યરત અન્ય શિક્ષિકા કુસુમલતા શ્રીવાસ્તવના શૈક્ષણિક દસ્તાવેજાનો ઉપયોગ કરીને નોકરી મેળવી હતી.
૧૨ અને ૧૩ ઓક્ટોબરે ચકાસણી માટે સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં, અરજદાર એસટીએફ સમક્ષ હાજર થઈ ન હતી. સુનાવણી દરમિયાન તેણી વતી કોઈ હાજર થયું ન હતું. કોર્ટે શોધી કાઢ્યું કે તપાસમાં એવા કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં ૧૦ કે તેથી વધુ લોકોએ સમાન શૈક્ષણિક દસ્તાવેજાના આધારે નોકરી મેળવી હતી.
કોર્ટે કહ્યું કે શિક્ષણ વિભાગમાં નકલી નિમણૂકો પર રોક લગાવવી જાઈએ. નકલી ડિગ્રી સાથે શિક્ષક બનનારા લોકો ક્યારેય બાળકોનું ભવિષ્ય ઘડી શકતા નથી, ભલે સરકાર મફત પુસ્તકો, કપડાં અને સ્ડ્ઢસ્ જેવી સુવિધાઓ પર ગમે તેટલો ખર્ચ કરે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો અને શિક્ષણના સ્તરમાં સુધારાના અભાવનું મુખ્ય કારણ શિક્ષકોની અસમર્થતા છે. શિક્ષક પાસે વિષયનું જ્ઞાન, બાળકોને ભણાવવાની ક્ષમતા, નિયમિત હાજરી, ધીરજ અને બધા વિદ્યાર્થીઓ સાથે સમાન વર્તન હોવું જોઈએ.