અમદાવાદના ગુલબાઈ ટેકરામાં કારની ટક્કરથી ૫ વર્ષના બાળકનું મોત નિપજયું

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. ૧૮ ઓક્ટોબરની સવારે ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહેલા નિલેશ રાઠોડને એક કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં બાળકને ખાનગી હોસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

આ મામલે ‘બી’ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, ૧૮ ઓક્ટોબરની સવારે પાંચ વર્ષીય નિલેશ રાઠોડ ગુલબાઈ ટેકરા ટેલિફોન એક્સચેન્જ જંકશન પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવતી કારે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ કારચાલક માલા રાજેશ મિત્તલે કાર રોકી હતી અને બાળકને સારવાર અપાવવામાં મદદ કરી હતી. તેણે બાળકના પરિવારને સારવારનો ખર્ચ ઉઠાવવાની ખાતરી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. જાકે, બાળકની સ્થિતિ ગંભીર બનતાં તેને વધુ સારવાર માટે ખાનગી હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક નિલેશના પિતા મહેશ રાઠોડ મજૂરીકામ કરે છે અને અલગ-અલગ વિસ્તારોમાં પટ્ટા (બેલ્ટ) વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

અકસ્માતના દિવસે તેઓ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પત્ની પાસેથી ઘટનાની જાણ થઈ હતી. નિલેશ ચાર બાળકોમાંનો એક હતો. તેને યોગેશ નામનો પાંચ વર્ષનો જાડિયા ભાઈ પણ છે. નિલેશના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.બાળકના પિતાની ફરિયાદના આધારે ‘બી’ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અકસ્માત કઈ પરિસ્થિતિમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.