મહિસાગર જિલ્લા નાયબ કલેકટરે ૭૦થી વધુ એકમોની તપાસમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરતા ૧૩ એકમોના ભાડા કરાર જપ્ત કર્યા

મહિસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અટકાવી સરકારી મહેસુલી આવકનુ રક્ષણ કરવા અને મિલ્કતોના ભાડા કરારમાં નિયમોનુ પાલન ચકાસવા માટે નાયબ કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વિવિધ ટીમો બનાવી લીમડીયા ચોકડી, લીમડીયા બસ સ્ટેશન, લુણાવાડા-ગોધરા હાઈવે અને મોડાસા હાઈવે સહિતના વિસ્તારોમાં આવેલા ૭૦થી વધુ કોમર્શિયલ એકમો, શો-‚મ, હોસ્પિટલ અને રેસ્ટોરેન્ટ્સમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભાડા કરારમાં દર્શાવેલી રકમ સામે વપરાયેલા સ્ટેમ્પ અને નોંધણી અંગે ગંભીર ગેરરિતીઓ પ્રાથમિક રીતે સામે આવતા ગુજરાત સ્ટેમ્૫ અધિનિયમ હેઠળ ૧૩ અસલ ભાડા કરારના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા આ દસ્તાવેજોમાં દર્શાવેલી ભાડા કરારની કુલ ‚.૭૩.૩૬ લાખ થાય છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, કેટલાક ભાડા કરારમાં લાખો ‚પિયાની રકમ હોવા છતાં કાયદાકિય જોગવાઈ મુજબની પુરતી સ્ટેમ્પ ડ્યુટી ભરવાને બદલે માત્ર ‚.૩૦૦ ના સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જપ્ત કરાયેલા ૧૩ પૈકી ૧૦ દસ્તાવેજોની નોંધણી અધિનિયમ હેઠળ કાયદેસરની નોંધણી પણ કરાવવામાં આવી ન હતી. નાયબ કલેકટરે જણાવ્યુ હતુ કે, સરકારી મહેસુલના રક્ષણ માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે અને નિયમોનુ ઉલ્લંધન કરનારા પક્ષકારો સામે કાયદા મુજબ કડક પગલા લેવામાં આવશે.