સ્થાન આપી કોંગ્રેસે ખેલ્યો દાહોદ કાર્ડ: ડિજીટલ પ્લેટફોર્મ પર સરકારને ઘેરવાની રણનીતિ તેજ.
આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠનને વધુ મજબૂત કરવા અને સરકારની નીતિઓ સામે આક્રમક લડત આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં મહત્વના ફેરફાર કર્યા છે. જેમાં દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના આદિવાસી યુવા રમેશ ડામોરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના મહાસચિવ તરીકેની મોટી જવાબદારી સોંપાઈ છે, જ્યારે જીજ્ઞેશ પારગીની તેમની કાર્યક્ષમતાને જોતા ફરી એકવાર પ્રદેશ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો દ્વારા પ્રદેશ કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંગઠનમાં આદિવાસી બહુલ દાહોદ જીલ્લો કેન્દ્રસ્થાને રહેશે. રાજ્ય સ્તરે દાહોદના નેતાઓને જવાબદારી સોંપવા પાછળનો હેતુ આદિવાસી વિસ્તારના પ્રશ્ર્નોને વધુ મજબૂતીથી વાચા આપવાનો અને ડિજીટલ પ્લેટફોર્મ પર સંગઠિત લડત આપવાનો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગામી કરવા માંગે છે. રમેશ ડામોર અને જીજ્ઞેશ પારગીની નિમણૂકથી ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનું સોશિયલ મીડિયા નેટવર્ક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવનિયુક્ત પદાધિકારીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.દિવસોમાં ડિજીટલ વોરિયર્સના માધ્યમથી લોકોના અવાજને બુલંદ વધુ સક્રિય થશે. આ નિમણૂકોને પગલે દાહોદ જીલ્લાના કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.