દાહોદ જીલ્લાના એક ગામે રહેતી સગીરા જે જન્મથી બોલતી ન હતી અને મંદ બુદ્ધિ હતી, તેને એક નરાધમે લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસ દાહોદની સેશન કોર્ટમાં ચાલી જતા બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનામાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને આજીવન કરાવાસની સજા સાથે એક લાખના દંડનો હુકમ કર્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર દાહોદ જીલ્લાના એક ગામે રહેતી સગીરા જે જન્મથી બોલી શકતી ન હતી અને મંદબુદ્ધિની હતી તેને ભોળવી પટાવી અને તરવાડીયા વજા ગામે રહેતા તેજાબભાઈ છગનભાઈ ડામોર લઈ ગયો હતો સગીરાને તેજાબે એક શાળાના ઓરડામાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજારયો હતો. આ ઘટનાની પોલીસ ફરિયાદ બાદ આ કેસ સ્પેશિયલ જજ પોકસો અને ત્રીજા એડિશનલ સેશન્સ જજ સંદીપ સિંહ જી ડોડીયાની કોર્ટમાં ચાલતા તેમાં સરકારી વકીલ ટીના સોની ની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપી તેજાબને ભારતીય દંડ સહીતાની કલૂમ અને પોકસો એક્ટ સહિતની ફલમાં અંતર્ગત આજીવન કરાવાસની સજા એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ કરતા જીલ્લામાં ચકચાર સાથે બળાત્કારી તેજાબ સામે ફિટકાર વષ્યોં હતો સજા સાથે એક લાખનો દંડ અને સગીરાના ભવિષ્યને ધ્યાને રાખી અને આર્થિક મદદ થાય તેવા હેતુથી સગીરાને રૂપિયા ચાર લાખ ચૂકવવા પણ ભલામણ કરવામાં આવી છે.