દાહોદ જીલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમનો મોટો ખુલાસો,10 અલગ અલગ ગુનાઓ નોંધાયા

મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બેંક ખાતા ભાડે રાખી, 32 લાખથી વધુની સાયબર ઠગાઈ, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ તેજ કરી.

ગુજરાતભરમાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ અંતર્ગત એકપછીએક ગુનાઓ દાખલ થઈ રહ્યા છે, ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા દાહોદ જીલ્લામાં અલગ અલગ સ્થળે મ્યૂલ હંટ સાયબર ક્રાઈમ અંતર્ગત 10 જેટલા ગુનાઓ દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં સાયબર ક્રાઈમ અંતર્ગત બેંક ખાતામાં આવેલા લાખો રૂપિયા સગેવગે કર્યા હોવાની સ્ફોટક માહિતી સપાટી પર આવી છે. જેના પગલે હવે પોલીસ આ પ્રકરણમાં ગંભીરતા પૂર્વક તપાસનો દોર લંબાવ્યો છે. આધુનિક યુગમાં ડિજીટલ ક્રાંતિનો વ્યાપ વધતા અલગ અલગ પ્રકારના સાઇબર ક્રાઈમ પણ હવે સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 35 જેટલા ફાઈનાન્સિયલ ફોડ અને 28 જેટલા મીડિયા ફ્રોડ સામે આવ્યા હતા, પરંતુ હવે નવા પ્રકારની સાયબર ક્રાઈમ સપાટી પર આવ્યો છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. ખાસ કરીને ગુજરાત ભરમાં મ્યુલ હંટ સાયબર ક્રાઈમ અંતર્ગત એક પછી એક ગુનાઓ દાખલ થતા સાયબર માફીઆઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે મ્યુલ હંટ સાઇબર ફ્રોડ અંતર્ગત દાહોદ જીલ્લામાંથી પણ સંખ્યાબંધ કેસોમાં 32 લાખ ઉપરાંતનું સાયબર ફ્રોડ સામે આવ્યું છે. મ્યુલ હંટ સાઇબર ફ્રોડ અંતર્ગત તપાસ આદરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ, ગુજરાત રેલવે પોલીસ, તેમજ સાયબર ક્રાઈમ દ્વારા દેશભરમાં થનારા સાયબર ક્રાઇમ અંતર્ગત હતા. તપાસો હાથ ધરતા ચોકાવનારા મ્યુલ હંટ સાયબર ક્રાઈમ શું છે. મ્યુલ હંટ સાઇબર ક્રાઇમ અંતર્ગત સાયબર ક્રાઇમ આચારનારી ગેંગ કમિશનની લાલચ દાહોદમાં રહેતા લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે. જેમાં મુખ્યત્વે 5000 10000 અથવા તેનાથી વધુ કમિશનની લાલચ આપવામાં આવે છે અને દાહોદના બેક્ર એકાઉન્ટ ધારકના ખાતામાં દેશભરના અલગ અલગ રાજ્યોમાં સાચવવામાં આવેલા સાયબર ક્રાઈમના પૈસા બેક્ર એકાઉન્ટમાં નાખવામાં આવે છે. અને આ પૈસા તેમના બેંકમાંથી વીટ્રો કર્યા બાદ આંગણીયા કે હવાલા મારફતે સાયબર ક્રાઇમ આચારનારી ગેંગ પાસે પહોંચે છે. જેમાંથી મોટાભાગનો પૈસો દેશ બહાર ભારત વિરોધી તાકાતો જે દેશમાં આતંક ફેલાવવાનું કામ કરી રહી છે તેમના સુધી પહોંચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ જેટલા એફલોજમેન્ટ નંબરમાં તપાસનો છેડો દાહોદ પહોંચ્યો હતો. અને દાહોદના 4, ઝાલોદના 2, દેવગઢ બારીયાના 2 સંજેલી માંથી –1 મળી ની કુલ 10 જેટલી અલગ એ અલ ફરિયાદો નોંધવામાં આવી હતી. જેમાં અલગ અલગ ખાતા માંથી 32 લાખ ઉપરાંતનું મ્યુલ હંટ સાયબર ક્રાઇમની રકમ સગવગ થઈ હોવાનુ સામે આવ્યું છે. પોલીસે ઉપરોક્ત ગુનાઓની તપાસ કરી તમામની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે