
ખોડલ ધામ થી રથ આવતા હડમતીયા ગોવિંદપુરા દોલતપુરા અને મલેકપુર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાતાની સાથે મલેકપુર ગાયત્રી મંદિરે આરતી કરવામાં આવી હતી. રાત્રિના રોકાણ મલેકપુર ખાતે કરવામાં આવ્યું અને રાત્રિના સમયે ભવ્ય રાસ ગરબા અને ભજન સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું. મલેકપુરના પાટીદારો દ્વારા ખોડલધામ થી આવતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મલેકપુર ખાતે સ્વાગત કરી સમૂહ આરતી ઉતારવામાં આવી.