
‘કલરવ સ્કૂલ, ગોધરા’ ખાતે એન.સી.એસ.સી. (NCSC) – ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦ થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ થયા હતા. આ વર્ષની મુખ્ય થીમ ‘સ્થિરતા માટે વિજ્ઞાન અને નવીનતા’ (Science and innovation for sustainability) હતી. આ સ્પર્ધામાં ઊર્જા, ખોરાક અને કચરાનું સંચાલન સહિતની ૫ સબ-થીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ધ એમ.જી.એસ. હાઇસ્કૂલ, કાલોલની ધોરણ ૧૧ (વિજ્ઞાન પ્રવાહ) ની વિદ્યાર્થીનીઓ ચૌહાણ તેજસ્વિની અને વણકર જાનવી રાજ્ય કક્ષા માટે પસંદ પામી છે.
તેમના પ્રોજેક્ટનું નામ ‘ફાર્મ ટુ પ્લેટ – ફૂડ સેફ્ટી એન્ડ હેલ્થ મોનિટરિંગ’ (FARM TO PLATE – FOOD SAFETY AND HEALTH MONITORING) હતું.
તેમને વિશ્વરાજ એમ. બોરીચા [જીવવિજ્ઞાન શિક્ષક – M.Sc , B.Ed.] દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા અને સમગ્ર એમજીએસ પરિવાર દ્વારા રાજ્ય કક્ષાની આ સ્પર્ધા માટે ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી