કાલોલમાં ધો.-૬ ના વિદ્યાર્થીઓને પુસ્તકો હજુ સુધી મળ્યા નથી. અને ૧૭મીથી ત્રિમાસિક પરીક્ષા શ થઈ જશે. ત્યારે વાલી અને વિદ્યાર્થીઓમાં સવાલ એ ઉઠયો છે કે, પુસ્તકના અભ્યાસ અને વાંચન વિના કેવી રીતે પરીક્ષા આપી શકાય. તેમજ જિલ્લા શિક્ષણ વિભાગની અવ્યવસ્થા સામે રોષ જોવા મળી રહ્યો છે.
કાલોલ તાલુકામાં સરકારી પ્રા.શાળાઓના દરેક વર્ગના પાઠ્યપુસ્તકો ફાળવી દેવામાં આવ્યા છે. પરંતુ ગ્રાન્ટેડ શાળાઓ હોય એવી શાળામાં ધો.-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા શ થયાને બે માસ જેટલો સમય વિતી ગયો છતાં પણ કોઈ પાઠ્યપુસ્તકો મળ્યા નથી. કાલોલ તાલુકામાં ૯ થી ૧૦ ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હજુ સુધી પાઠ્ય પુસ્તકો નહિ મળવાને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ વગર કેવી રીતે પરીક્ષા આપી શકશે તે એક સોૈથી મોટો સવાલ ઉભો થયો છે. ધો.-૬ના વિદ્યાર્થીઓને વહેલી તકે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાલોલ તાલુકા સિવાયના અન્ય તાલુકાની ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તકો વિતરણ કરવામાં આવી દીધા હોવાની ચર્ચા છે. ત્યારે કાલોલ તાલુકાની ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ પુસ્તકથી વંચિત કેમ રહી ગયા તેના માટે જવાબદાર કોણ એ અંગે સોૈથી મોટો સવાલ ઉભો થયો છે.